એક બાજુ કરીનાએ મહિલાને ટચ પણ ના કરવા દીધી તો બીજી બાજુ આલિયાએ એક મહિલા સાથે જે કર્યું તે જોઈને તો… જુઓ વીડિયો
બોલીવુડના સેલેબ્રિટીઓ સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે, આ સેલેબ્સ જયારે ઘરની બહાર નીકળે છે ત્યારે પણ પેપરાજી તેમને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પણ તૈયાર રહેતા હોય છે. ત્યારે આ દરમિયાન ફોટોગ્રાફર સતત તેમની પાછળ પણ ભાગતા રહે છે, સેલેબ્સના જનતા સાથેના વહેવાર પણ ઘણીવાર કેમેરામાં કેદ થઇ જતા હોય છે.
આલિયા ભટ્ટ દેશની એક મોટી સુપરસ્ટાર છે. જો કે, તે ડાઉન-ટુ-અર્થ રહેવામાં માને છે, જેનું ઉદાહરણ આપણને હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આલિયાએ મુંબઈમાં ગ્લોબલ સ્પોર્ટ્સ પિકલબોલ ચેમ્પિયનશિપમાં હાજરી આપી હતી, જ્યાં આલિયાને મળવા એક ફોટોગ્રાફર તેની માતાને સાથે લઈને આવ્યો હતો. આલિયા અને ફોટોગ્રાફરની માતા વચ્ચેની આ મુલાકાતનો વીડિયો ઓનલાઈન ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં આલિયા ભટ્ટ ફોટોગ્રાફરની માતા સાથે હાથ મિલાવતી અને મજાકમાં ફરિયાદ કરતી જોવા મળે છે કે તેનો પુત્ર તેને હેરાન કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા તરત જ તેની તરફ ચાલીને હાથ જોડીને તેમનું સ્વાગત કરે છે. તે પણ તેનો હાથ મિલાવે છે અને કહે છે, તમને મળીને ખૂબ આનંદ થયો.
View this post on Instagram
ફોટોગ્રાફર તરફ ઈશારો કરીને તે મજાકમાં કહે છે, ‘તમારો દીકરો મને બહુ હેરાન કરે છે… ના, તે બહુ સારું કામ કરે છે.’ આ પછી અભિનેત્રીએ તેની સાથે ફોટો ક્લિક કર્યો અને ફોટોગ્રાફરને કહ્યું, ‘ટેક ઈટ ઈઝી’. આલિયા ભટ્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તેનું વર્તન જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. કેટલાક એક્ટ્રેસને ‘પ્યોર હાર્ટ’ કહી રહ્યા છે તો કેટલાક આલિયાને બેસ્ટ કહી રહ્યાં છે.