ખબર ફિલ્મી દુનિયા

એક એક કરીને થઇ રહેલી ડિસલાઇક ઉપર ભડકી આલિયા ભટ્ટ, ટ્રોલર્સને આપ્યો જવાબ

૫ કરોડ ફોલોવર્સ થયા તો આલિયા ભટ્ટે હોશિયારી મારી, જુઓ બધાને કહી દીધું આવું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે બોલીવુડની અંદર નેપોટિઝમને લઈને મોટો જંગ છેડાઈ ગયો છે. ઘણા લોકો બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓને હવે ટ્રોલ કરવા લાગ્યા છે. આ બધામાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની દીકરી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે. તેની છેલ્લે આવેલી ફિલ્મ “સડક-2″ને પણ બૉયકૉટ કરવાની ઝુંબેશ ચાલી હતી. અને તેના ટ્રેલરને પણ ખુબ જ મોટા પ્રમાણમાં ડિસલાઇક કરવામાં આવ્યું હતું. હવે આ બધા ઉપર આલિયાનો ગુસ્સો ટ્રોલર્સ ઉપર ફૂટતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

સતત ટ્રોલ થયા બાદ આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોસ્ટ શેર કરી છે. તેની અંદર તેને પોતાના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. હાલમાં આલિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોઅર્સની સંખ્યા વધીને 50 મિલિયન થઇ ગઈ છે. તેના જ કારણે તે પોતાના ચાહકોનો આભાર માની રહી છે. આ સાથે જ તેને આ પોસ્ટની અંદર પોતાના ટ્રોલર્સને પણ જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયાએ પોસ્ટની અંદર લખ્યું છે કે: “આજે એપ્રિસિએશન દિવસ છે. મારો પરિવાર, મિત્રો, બધાનો આભાર. તમારા કારણે મને 50 મિલિયન લોકોનો પ્રેમ મળ્યો. હું બધાને પ્રેમ કરું છું. હું તમારા બધાની સાથે કંઈક શેર કરવા માંગુ છું. મેં છેલ્લા કેટલાક મહિનાઓમાં બહુ જ બધું શીખ્યું છે. સોશિયલ મીડિયા આપણને જોડે છે. આપણને ઉત્સાહિત પણ કરે છે. પરંતુ આપણે એ નથી.”

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

ટ્રોલર્સને જવાબ આપતા તેને આગળ લખ્યું છે: “હું ત્યારે પણ આજની જેમ જ ખુશ અને આભારી છું કે જયારે મારા 5, 15, 50 હજાર ચાહવા વાળા હતા. હું એ માનું છું કે જીવન બીજા સાથે સંબંધ સ્થાપિત કરવાથી જ બને છે. સંબંધોનું મહત્વ ખુબ જ વધારે હોય છે. તેનાથી પણ વધારે પોતાનાથી જોડાવવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર એક બટન લાઈક અથવા ડિસલાઇક કરીને તમારા મહત્વને ઓછું નથી કરી શકતું !!”

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

પોતાની આ પોસ્ટની અંદર આલિયાએ આગળ જણાવ્યું હતું કે: “હું ઈચ્છું છું કે તમે બધા પોતાની પ્રસંશા કરો. પોતાના શરીરની પ્રસંશા કરો. કોઈપણ લાઈક-ડિસલાઇક, ટ્રોલ તમને તમારી આત્માથી દૂર નથી કરું શકતું” આ રીતે આલિયાએ પોતાના મનની વાત પોતાના ચાહકો સામે રાખી હતી અને ઈશારા ઈશારામાં જ ટ્રોલર્સ ઉપર પોતાનો ગુસ્સો પણ જાહેર કર્યો. ટ્રોલર્સને આલિયાની આ સલાહ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આ ઉપરાંત આજે સોની રાજદાનના જન્મ દિવસ ઉપર આલિયાએ પોતાની મમ્મીને જન્મ દિવસની શુભકામનાઓ પણ આપી હતી. તેને જન્મ દિવસ માટે કરવામાં આવેલી સફળ તૈયારીઓ માટે પોતાની બહેનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.