અભિનેત્રી આલિયા ભટ્ટ આજે બોલીવુડની કામિયાબ અભિનેત્રીઓમાંની એક છે.પણ એ સમજવું થોડું મુશ્કિલ છે કે તેને લીધે તેની બહેન શાહીન ભટ્ટનું કેરિયર બરબાદ થઇ ગયું હતું.આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે આલિયાને લીધે તેનું કેરિયર બદરબાદ થયું હતું.
શાહીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને આલિયાની બાળપણની એક તસ્વીર શેર કરી છે જેમાં આલિયા શાહીનના ખોળામાં બેસેલી દેખાઈ રહી છે.
તસ્વીરને શેર કરતા શાહીન ભટ્ટે લખ્યું કે,”હવે મને ખબર પડી કે વેન્ટ્રીલોકવિસ્ટના રૂપમાં મારું કેરિયર કેવી રીતે બરબાદ થયું”. વેન્ટ્રીલોકવિસ્ટ એક એવો કલાકાર હોય છે કે હોઠને હલાવ્યા વગર જ અવાજ કાઢી લે છે.જેવું કે તમે મોટાભાગે ટીવી માં કે પછી વાસ્તવમાં જોયું હશે કે અમુક કલાકાર હાથમાં પપેટ લઈને બોલે છે પણ એ ખબર નથી પડતી કે તે કલાકાર બોલી રહ્યા છે કે પછી પપેટ? તે જ કલાકારને વેન્ટ્રીલોકવિસ્ટ કહેવામાં આવે છે.
શાહીન ભટ્ટએ આવું શા માટે લખ્યું તેની જાણકારી હજી મળી નથી.જો કે કદાચ શાહીન ભટ્ટ તેને મજાકિયા અંદાજમાં પણ કહી રહી હોઈ શકે છે. પણ તે આલિયાના ફેંન્સ માટે થોડી હેરાન કરી દેનારી વાત હતી. આ તસ્વીર પર પૂજા ભટ્ટે ‘aww…’ કમેન્ટ આપી છે. આ તસ્વીરને અત્યાર સુધી હજારો લાઇક્સ મળી ચુકી છે. જો કે આલિયાએ પણ તસ્વીરને લાઈક કરી છે પણ પોતાની કોઈ જ પ્રતિક્રિયા આપી નથી, જેને જોઈને લાગી રહ્યું છે કે આ કોઈ સિરિયસ કે ગંભીર બાબત નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, આ સિવાય તે ‘સડક-2’ માં પણ જોવા મળશે. આ સિવાય આલિયા સલમાન ખાનની સાથે ફિલ્મ ‘ઇંશાઅલ્લાહ’માં પણ જોવા મળશે.આલિયા આ ફિલ્મો દ્વારા સલમાન અને રણબીર પહેલી વાર કામ કરી રહી છે.
હાલના સમયમાં આલિયાનું નામ રણબીર કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે.ફૈન્સ પણ તેની જોડીને ખુબ પસંદ કરી રહ્યા છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે રિયલ લાઈફની સાથે સાથે રીલ લાઈફમાં પણ આ જોડીને દર્શકો કેટલી પસંદ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks