38 વર્ષે પણ ખુબ જ બોલ્ડ છે “કલયુગ” ફિલ્મની ભોળી અભિનેત્રી, બોલ્ડનેસ જોઇ ચાહકો કાયલ

આલિયા ભટ્ટની બહેને લાલ બિકિ પહેરીને દરિયાની લહેરો વચ્ચે લગાવી દોડ, ફેન્સને તસવીરો જોતા જ આવી શરમ

બોલિવુડમાં કેટલીક અભિનેત્રીઓએ એવી છાપ છોડી છે જેને વર્ષો બાદ પણ ચાહકો ભૂલાવી શક્યા નથી. આવી જ એક ફિલ્મ છે “કલયુગ”. આ ફિલ્મમાં નજર આવનારી અભિનેત્રી સ્માઇલી સૂરીની માસૂમિયતે આજે પણ લોકોના મગજમાં જગ્યા બનાવેલી છે. પરંતુ શું તમે જાણો છો કે, ફિલ્મમાં ભોળી લાગતી અભિનેત્રી રિયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. સ્માઇલી સૂરી છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મી પડદાથી દૂર છે. તે આજે ગુમનામી જીવન જીવી રહી છે. તેના લુક્સમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.

સ્માઇલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. ત્યારે સ્માઇલીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઇને લોકો કહી રહ્યા છે કે તેની સામે તો આલિયા ભટ્ટની પણ બોલ્ડનેસ ફીકી છે. સ્માઇલીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે લાલ રંગની બિકીમાં જોવા મળી છે. તે સમુદ્રની લહેરો વચ્ચે દોડતી નજર આવી રહી છે. આ વીડિયોમાં સ્માઇલીનો કોન્ફિડન્સ અને બોલ્ડનેસ તો જોવા જેવી છે.

આ વીડિયોમાં સ્માઇલી તેની દીકરી સાથે જોવા મળી રહી છે. તેની દીકરીએ પણ બિકી પહેરી છે. આ વીડિયોના કમેન્ટ બોક્સમાં લોકો તેની ઘણી જ પ્રશંસા કરી રહ્યા છે અને તેને ફિલ્મોમાં પરત આવવા માટે કહી રહ્યા છે.

સ્માઇલી સૂરી કોઇ આઉટસાઇડર નથી. પરંતુ તે એક મોટા બોલિવુડ પરિવારથી સંબંધ ધરાવે છે. તે બોલિવુડ સ્ટાર આલિયા ભટ્ટની કઝિન છે. ઇમરાન હાશ્મી સંબંધમાં તેના ભાઇ લાગે છે. એટલું જ નહિ તે બોલિવુડના ચર્ચિત ફિલ્મ ડાયરેક્ટર મોહિત સૂરીની બહેન છે. સ્માઇલીનો જન્મ 30 એપ્રિલ 1983ના રોજ મુંબઇમાં થયો હતો.

વર્ષ 2005માં સ્માઇલીએ  “કલયુગ”થી ડેબ્યુ કર્યુ હતુ. આ મોહિત સૂરીની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારુ કલેક્શન કર્યુ હતુ પરંતુ આનાથી સ્માઇલીના કરિયર પર કોઇ ખાસ ફાયદો ન થયો. આ ફિલ્મ બાદ સ્માઇલી યે મેરા ઇન્ડિયા, ક્રૂક, ક્રૈકર્સ જેવી ફિલ્મોમાં જોવા મળી પરંતુ તેને સફળતા ન મળી.

સ્માઇલી લગ્નના બે વર્ષ બાદ જ પતિથી અલગ થઇ ગઇ હતી. પોતાની પરેશાનીઓ અને ફિલ્મોમાં અસફળતા બાદ સ્માઇલી ડિપ્રેશનનો શિકાર થઇ ગઇ હતી. એક ઇન્ટરવ્યુમાં સ્માઇલીએ કહ્યુ હતુ કે તેના પિતા અને દાદીનું નિધન થઇ ગયુ હતુ. તે બાદ તે ઘણી જ તૂટી ગઇ હતી અને ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી.

Shah Jina