પહેલીવાર સામે આવી આલિયા ભટ્ટની બેબી બંપ સાથેની તસવીરો, ફેન્સ ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા જુઓ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલમાં લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં આલિયાએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. આલિયાની પ્રેગ્નેંસી ન્યુઝ સાંભળી પરિવાર, મિત્રોથી લઇને ચાહકો ઘણા ખુશ થયા હતા. જો કે, આલિયાની પ્રેગ્નેંસી ન્યુઝ સામે આવ્યા બાદ ચાહકો તેના બેબી બંપ સાથેની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, ત્યારે હાલમાં આલિયાની બેબી બંપ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. આલિયા ભટ્ટે તેની પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

અભિનેત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. આવી સ્થિતિમાં ફિલ્મના સેટ પરથી આલિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ છે, જેમાં આલિયાના બેબી બંપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આલિયાની આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે કારણ કે આલિયાએ આ ફિલ્મનું શૂટિંગ પ્રેગ્નન્સી દરમિયાન પૂરું કર્યું હતું અને તે આ ફિલ્મથી હોલિવુડ ડેબ્યુ પણ કરી રહી છે. આ કારણે આલિયા માટે આ ફિલ્મ વધુ ખાસ બની જાય છે. ફિલ્મની સમાપ્તિ પછી આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જે વાયરલ થઈ રહી છે.

આલિયા ભટ્ટે પ્રેગ્નેન્સી દરમિયાન આરામ કરવાને બદલે તેના વર્ક કમિટમેન્ટને કારણે તમામ ડેટ્સ પર શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે આલિયા આ દિવસોમાં લંડનમાં છે અને હવે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યુ છે કે, અભિનેત્રી ટૂંક સમયમાં મુંબઈ પરત ફરવાની છે. આલિયા અને રણબીર હવેનો પ્રેગ્નન્સી ફેઝ એકસાથે એન્જોય કરશે એવું પણ માનવામાં આવી રહ્યુ છે. પ્રેગ્નેન્સીની અનુભૂતિ પર વાત કરતાં આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- આનાથી સારી કોઈ લાગણી નથી અને મને નથી ખબર કે તેને કેવી રીતે કહેવું.

સાચું કહું તો, હું હજી પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહી છું, મને ખબર નથી કે આ લાગણીને કેવી રીતે સમજાવવી. રણબીરે કહ્યું કે એવું લાગે છે કે તમે પહેલીવાર સ્વિમિંગ કરીને આવ્યા છો અને તમારે બીજાને જણાવવાનું છે કે તમને પાણીમાં કેવું લાગ્યું. હું થોડો ડરી ગયો છું, પરંતુ ઉત્સાહિત છું અને ખૂબ ખુશ પણ છું. હું અને આલિયા અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ, આ લાગણી સૌથી સુંદર છે.

રણબીર કપૂરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ સમય મારા માટે ખૂબ જ ખાસ છે અને હું મારા જીવનથી ખૂબ જ ખુશ છું. આલિયા અને હું પરિણીત છીએ, અને અમને પ્રેગ્નન્સી વિશે ચાહકોને જણાવવું યોગ્ય લાગ્યું, કારણ કે અમે અમારી ખુશીઓ શેર કરવા માંગીએ છીએ. આલિયાએ ફિલ્મના સેટ પરથી અને અભિનેત્રી ગેલ ગેડોટ સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

આ તસવીરો શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું- ‘હાર્ટ ઓફ સ્ટોન…તમારી પાસે મારું આખું હૃદય છે. આ અદ્ભુત ક્યારેય ન ભુલાય તેવા અનુભવ માટે સુંદર ગેલ ગેડોટ અને મારી ફિલ્મ ટોમના દિગ્દર્શક અને દરેકનો આભાર. તમે બધાએ મને આપેલ તમારા પ્રેમ અને કાળજી માટે હું હંમેશા આભારી રહીશ. હવે માત્ર ફિલ્મ જોવાની રાહ છે. પણ હવે… હું ઘરે આવું છું બેબી.’

Shah Jina