બોલીવુડના રોમેંટિક કપલમાના એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આખરે 14 એપ્રિલે ચાર ફેરા લઈને એકબીજાના જીવનસાથી બની ચુક્યા છે.બંનેના લગ્ન ખુબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નના દરેક સમારોહની તસવીરો પણ સામે આવી હતી જેમાં આલિયા-રણબીર ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. લગ્નમાં બોલીવુડના ઘણા નામી કલાકારો પણ જોડીને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા. એવામાં લોકોનું માનવું હતું કે બંને કામથી સમય કાઢીને હનીમૂન પર નીકળી પડશે પણ બંને લગ્ન પછી તરત જ પોત પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે.
લગ્ન પછી રણબીર કપૂર પણ પોતાના કામ માટે નીકળ્યો હતો જેની તસવીરો પણ સામે આવી હતી. એવામાં આલિયા પણ પોતાની આવનારી ફિલ્મ રોકી એન્ડ રાની કી પ્રેમ કહાનીની શૂટિંગ માટે લગ્નના 5 દિવસ પછી જ રાજસ્થાન માટે નીકળી પડી હતી. આલિયા મંગળવારના રોજ મુંબઈથી જેસલમેર ચાર્ટડ પ્લેન દ્વારા પહોંચી હતી.આલિયા જેવી જ એરપોર્ટ પર પહોંચી કે લોકોની ભીડ તેને જોવા માટે ઉમટી પડી હતી. આ સમયેઆલિયાને પિન્ક સલવાર-સૂટ પહેરી રાખ્યા હતા જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.હાથમાં મહેંદી અને ખુલ્લા વાળમાં આલિયાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
એરપોર્ટ પર આલિયાએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. આલિયાની સાથે શબાના આઝમી, મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ આવી પહોંચ્યા હતા. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર આધારિત બની રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે, જે જલ્દી જ જેલસમેરમાં શૂટિંગ માટે પહોંચી શકે તેમ છે. લગ્ન પછી પહેલી વાર આલિયાને જોવા માટે ચાહકોની ભીડ એરપોર્ટ પર જમા થઇ હતી, ચાહકો તેની એક ઝલક જોવા માટે અધીરા બની ગયા હતા.
આલિયા ભટ્ટ અને અન્ય લોકો શહેરથી 18 કિમિ દૂર હોટેલમાં રોકાયેલા છે અને 7 દિવસ સુધીનું બુકીંગ કરાવેલુ છે. અહીં તેઓ પોતાની ફિલ્મની શૂટિંગ કરશે. ફિલ્મમાં જયાં બચ્ચન અને ધર્મેન્દ્ર પણ જોવા મળશે. ફિલ્મની યુનિટ 3 દિવસ પહેલા જ જેસલમેરમાં સેટઅપ તૈયાર કરવા માટે પહોંચી ચુકી છે. રાજસ્થાન વેડિંગ ડેસ્ટિનેશન માટે જાણવામાં આવે છે એવામાં અહીં રણવીર- આલિયાના લગ્નનો સીન શૂટ કરવામાં આવશે અને એક ગીતનું શૂટિંગ પણ અહીં જ કરવામાં આવશે. ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઇ શકે તેમ છે.