...
   

રણબીર કપૂરને જોતા જ ‘બેબી’ ચીસ પાડીને દોડી આલિયા ભટ્ટ, પછી એરપોર્ટ પર થયું આ…

લગ્નના ત્રણ મહિના પણ નથી થયા કે આલિયા ભટ્ટ આટલા મોટા બેબી બમ્પ સાથે ભારત પરત આવી, રણબીર થયો પાગલ

આલિયા ભટ્ટ તેના હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરીને ગઇકાલે એટલે કે રવિવારના રોજ મુંબઇ પરત આવી હતી. અભિનેત્રી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ પૂરું કરીને યુરોપથી ભારત પરત ફરી છે. મુંબઈ પરત ફરતા જ આલિયા ભટ્ટને એરપોર્ટ પર એક મોટું સરપ્રાઈઝ મળ્યું. તેને આ સરપ્રાઈઝ બીજા કોઈ પાસેથી નહીં પણ તેના પતિ રણબીર કપૂર તરફથી મળ્યું છે. સરપ્રાઈઝ રણબીરથી મળ્યુ હતુ એટલે કે સ્વાભાવિક છે કે આલિયાનું રિએક્શન પણ નોટિસ કરવા વાળું હશે.

પ્રેગ્નેટ આલિયાને એરપોર્ટથી બહાર નીકળતા તરત જ ત્યાં ઉભેલા પેપરાજીઓએ ઘેરી લીધી હતી. એરપોર્ટ પર બધાએ આલિયાને માતા બનવા બદલ અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું. એટલામાં એક પેપરાજીએ કહ્યું કે બાળકના થવા વાળા પિતા આવ્યા છે. આલિયા કહે છે હે… આ પછી ફરી પેપરાજીએ કહ્યું કે RK આવ્યા છે RK. આ સાંભળ્યા બાદ આલિયા તેની ચાલવાની સ્પીડ વધારી દે છે અને રણબીરને જોતા જ બેબી કહીને જોરથી બૂમો પાડે છે.

આલિયા કારમાં બેસતાની સાથે જ રણબીરને ગળે લગાવે છે. વીડિયોમાં આલિયાનું રિએક્શન જોઈને ખબર પડે છે કે તે આ દિવસોમાં રણબીરને ખૂબ મિસ કરી રહી હતી. રણબીર પણ આલિયા વિના રહી શકતો ન હતો એટલા માટે તે આલિયાને લેવા એરપોર્ટ પહોંચ્યો હતો. રણબીર કપૂરે આવું કરવું પણ જરૂરી હતું કારણ કે હવે આલિયાને ખાસ કાળજીની જરૂર છે.

આલિયા અને રણબીરનો આ સુંદર વીડિયો દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. આલિયા-રણબીરના કેટલાક ચાહકો પણ પેપરાજી પર ગુસ્સે થઈ રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે આલિયા પ્રેગ્નેટ છે અને આવી સ્થિતિમાં તેણે તેની સામે આટલી જોરથી બૂમો પાડવી જોઈએ નહીં. મોટા મોટા શહેરમાં આવી વાતો થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર ‘બ્રહ્માસ્ત્ર’ દ્વારા પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળવાના છે. જેના માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બીજી તરફ રણબીર કપૂરની ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં તે સંજય દત્ત સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર પણ છે.

Patel Meet