અભિનેત્રી આલિયા ભટ્ટના આજે દુનિયાભરમાં લાખો ચાહકો છે, પરંતુ શું તમે જાણો છો કે આલિયાનું દિલ કોના માટે ધડકે છે. તમારામાંથી મોટાભાગના લોકોનો જવાબ બોલિવૂડ એક્ટર રણબીર કપૂર હશે. સ્વાભાવિક રીતે, અમે પણ આ વાતનો પણ ઇનકાર કરતા નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રણબીર પહેલા પણ અભિનેત્રીનું હૃદય ઘણા વધુ લોકો માટે ધડકતું હતું. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
આલિયા અને રણબીર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ શું તમને ખબર છે આ પહેલા પણ બંનેએ ઘણા લોકોને ડેટ કર્યા છે અને પછી એકબીજાનો હાથ પકડ્યો છે. રણબીરના ડેટિંગની ચર્ચાઓ બોલિવુડના ગલિયારાઓમાં ઘણી થઇ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આલિયા પણ રણબીરથી ઓછી નથી. તેના અફેરની ચર્ચા પણ ઘણી થઈ.
1.વરુણ ધવન : આલિયા સાથે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલા વરુણ ધવનનું નામ અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યુ છે. આ બંને કપલે એટલી હદે હેડલાઈન્સ બનાવી હતી કે બંનેને કરણ જોહરના ચેટ શોમાં કહેવું પડ્યું હતું કે તેઓ એકબીજા સાથે ખાવાનું પણ પસંદ નહીં કરે.
2.સિદ્ધાર્થ મલ્હોત્રા : આલિયાની ડેબ્યૂ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યો હતો. તે પણ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આ ફિલ્મ બાદ બંને વચ્ચેના અફેરના સમાચારો જોર પકડવા લાગ્યા હતા. બંને સાથે દેખાવા લાગ્યા. સિદ્ધાર્થ અને આલિયાની જોડી ઘણા ફોટોશૂટ અને જાહેરાતોમાં પણ જોવા મળી હતી. પરંતુ બાદમાં તેમના અલગ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા.
3.અલી દાદરકર : આલિયાનું નામ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં અલી દાદરકર સાથે જોડાયું હતું. આલિયા અને અલી દાદરકર બાળપણના ખૂબ સારા મિત્રો છે અને તેઓ તેમના શાળાના દિવસોથી સાથે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ કરતી વખતે પણ બંને રિલેશનશિપમાં હતા.
4.અર્સલાન : આલિયાએ પોતે એક પોડકાસ્ટમાં અર્સલાન વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે અર્સલાન મારો પહેલો બોયફ્રેન્ડ હતો. તે સ્વીટ હતો અને ખૂબ જ જીદ્દી પણ હતો. તે ઈચ્છતો હતો કે હું માત્ર કુર્તા અને જીન્સ પહેરું. હું તેને સ્નેપચેટ પર ફોલો કરું છું. તે ફિટ રહેવા માટે હંમેશા જિમમાં રહે છે અને વ્યવસાયે તે ગ્રાફિક ડિઝાઇનર છે.
5.કેવિન મિત્તલ : સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના બ્રેકઅપ પછી આલિયા હાઇક મેસેન્જરના સ્થાપક કેવિન મિત્તલ સાથેની નજીકતાને કારણે પણ હેડલાઇન્સમાં રહી હતી. અબજોપતિ સુનીલ મિત્તલના પુત્ર કેવિન મિત્તલ અને આલિયાની પ્રથમ મુલાકાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં થઈ હતી. આજે આ બંને વચ્ચે સારા મિત્રનો સંબંધ છે.