શું ગુપચુપ રીતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કરી લીધા લગ્ન ? સામે આવ્યો લગ્નનો વીડિયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચાર આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને આ સમાચારે તો માહોલ ગરમાવી દીધો છે. આ કપલને દુલ્હા-દુલ્હન બનતા જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સમયે લગભગ બધા જ બોલિવૂડના ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જોઈ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને આલિયા 17 એપ્રિલના રોજ લગ્ન કરી શકે છે. જો કે બંનેએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર લગ્નને લઈને મીમ્સનો પૂર આવ્યો છે. જેમાં બંનેની ઘણી ફની તસવીરો સાથે મીમ્સ બનાવવામાં આવી છે.

આ ઉપરાંત, નેટફ્લિક્સ ઈન્ડિયા પણ મીમ્સના પૂરમાં કૂદી પડ્યું છે. નેટફ્લિક્સે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે, તે દુલ્હનના રૂપમાં એન્ટ્રી કરી રહી છે. તો ત્યાં રણબીર પોતાની આલિયાને જોઈને ઘણો ખુશ દેખાઇ રહ્યો છે. જ્યારથી નેટફ્લિક્સે આ વીડિયો શેર કર્યો છે ત્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર કપૂરે હજુ લગ્ન કર્યા નથી, આ બંને વીડિયો બે અલગ-અલગ ફિલ્મોના છે. જેમાંથી આલિયાનો સીન હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાંથી લેવામાં આવ્યો છે, જ્યારે રણબીર કપૂરનો સીન યે જવાની હૈ દીવાનીનો છે.આ વીડિયોને શેર કરતા નેટફ્લિક્સે કેપ્શનમાં લખ્યું છે કે- બંને વાસ્તવિક જીવનમાં સુંદર કપલ જેવા દેખાશે. આ વિડીયો જોયા બાદ ચાહકો તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. વિડિયોના અંતે, આલિયા ભટ્ટ કિંગ ખાનના સિગ્નેચર પોઝની નકલ કરતી જોવા મળે છે- ‘કબ સે ઇંતઝાર કરી રહી હું તેરા’.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ કોમેન્ટ્સ અને મીમ્સનુ પૂર આવ્યુ છે. વીડિયો જોયા બાદ એક યુઝરે રણબીર આલિયાનું નામ ‘રણલિયા’ પણ રાખ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું – ‘હવે નેટફ્લિક્સ ઇન્ડિયા પણ આલિયા રણબીરનું ફેન પેજ બની ગયું છે.’ તાજેતરમાં એવી ચર્ચા હતી કે અભિનેત્રીએ એસએસ રાજામૌલીની નવી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. રણબીર-આલિયા ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.

Shah Jina