ખબર ફિલ્મી દુનિયા

આ પ્રખ્યાત બૉલીવુડ હીરોની માતાનું થયું નિધન, સોશિયલ મીડિયામાં શેર કરી ખુબ જ ભાવુક પોસ્ટ !

વર્ષ 2020માં આખી દુનિયા હેરાન છે. ત્યારે બોલીવુડના માથે પણ એક પછી એક દિવસે ખરાબ સમાચાર મળતાં જાય છે. બોલીવુડના કેટલાક દિગ્ગજ અભિનેતાઓ હંમેશને માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તો ઘણા અભિનેતાના પરિવારજનો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. હાલ બોલીવુડમાંથી એક બીજા દુઃખદ સમાચાર આવ્યા છે.

Image Source

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અલી ફઝલની માતાનું નિધન બુધવારના રોજ થયું છે.  તેમની માતાની તબિયત છેલ્લા થોડા દિવસથી સારી નહોતી, અને અચાનક જ તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ અને લખનઉમાં જ તેમને છેલ્લા શ્વાસ લીધા.

Image Source

પોતાની માતાના નિધન ઉપર અભિનેતા અલી ફઝલ ખુબ જ દુઃખી છે તેને સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું છે. તેને ટ્વીટ કરતા લખ્યું છે કે: “હું તમારા માટે જીવીશ, તમારી યાદ આવશે અમ્મા, આટલા સુધી જ હતો આપનો સાથ. ખબર નહીં કેમ. તમે મારી રચનાત્મકતાનું કારણ હતા. આગળ શબ્દો નથી.”

અભિનેતા અલી ફઝલ તે થોડા સમય બાદ અભિનેત્રી રુચા ચડ્ડા સાથે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના વાયરસના કારણે દેશમાં આવેલા લોકડાઉનના કારણે તેમને પોતાના લગ્ન મુલતવી રાખ્યા હતા. રુચાએ પણ અલી ફઝલની માતાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી હતી.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના !! ૐ શાંતિ !!!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.