લોકોએ આ હોટ હિરોઈનના ફોટા જોઈને કહ્યું, મેડમ બારી તો બંધ કરો….ઉફ્ફ ગરમી ચડાવી દીધી
જવાની જાનેમન ફેમ અભિનેત્રી અને પૂજા બેદીની દીકરી અલાયા એફના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો છે. તાજેતરમાં જ તે ડાન્સ ક્લાસની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેની રાહ જોઇ રહેલા પેપરાજીને જોતા જ તેના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તેણે પેપરાજીને પોઝ પણ આપ્યા. જો કે, અલાયાએ ફોટોગ્રાફર્સને કહ્યું કે તે ઉતાવળમાં હતી કારણ કે તેની કાર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને તેણે ત્યાંથી જવું પડ્યું.
ડાન્સ ક્લાસ બહાર સ્પોટ થઇ અલાયા એફ
જો કે, વિનંતી પર તેણે થોડા પોઝ આપ્યા અને પછી દોડીને કારમાં બેસી ગઈ. ફિલ્મ ‘ફ્રેડી’ માટે હેડલાઇન્સ મેળવનારી અલાયા એફ તેની તાજેતરની તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. અલાયાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તેણે ખૂબ જ હોટ અને બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ પહેલા તે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે સ્પોટ થઇ હતી, અને આ દરમિયાનનો પણ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પણ અભિનેત્રી ખૂબ જ અદભૂત દેખાઈ રહી હતી.
બ્લેક કટઆઉટ ટોપમાં લાગી ખૂબ જ હોટ
લુકની વાત કરીએ તો, અભિનેત્રીએ બ્લેક કટઆઉટ ક્રોપ ટોપ સાથે વ્હાઇટ ટ્રાઉઝર પહેર્યુ હતુ અને આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી હતી. જણાવી દઈએ કે અલાયાનું બોલિવૂડ કરિયર બહુ મોટું નથી, તેણે માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે. 2020માં તેણે ફિલ્મ જવાની જાનેમન સાથે શરૂઆત કરી હતી અને હવે તેની આગામી ફિલ્મો બડે મિયાં છોટે મિયાં, એક ઔર ગઝબ કહાની છે.
View this post on Instagram