ખબર ફિલ્મી દુનિયા

બાલ ઠાકરેના પૌત્રના જન્મ દિવસની પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી આ અભિનેત્રી, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ વાયરલ

બાલ ઠાકરેના પૌત્રના જન્મ દિવસની પાર્ટીમાં હીરોઇનોની લાઈન લાગી, જુઓ વૈભવી પાર્ટીની વૈભવી તસ્વીરો

બાલ ઠાકરેનો પૌત્ર એશ્વર્ય ઠાકરે હાલમાં દુબઈની અંદર પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તેના આ જન્મ દિવસની શાનદાર પાર્ટીનું આયોજન તેને કર્યું હતું. જેમાં બોલીવુડની એક અભિનેત્રી પણ હાજર રહી હતી અને હવે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

અભિનેતા સૈફ અલી ખાન સાથે “જવાની જાનેમન” ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા બાલ ઠાકરેના પૌત્ર એશ્વર્યના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહેવા માટે દુબઇ પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Alaya F (@alaya.f) on

આ વાતની જાણકારી એશ્વર્ય ઠાકરેની મા સ્મિતા ઠાકરેએ એક વિડીયો પોસ્ટ કરીને આપી હતી. જેમાં એશ્વર્ય કેક કાપતો નજર આવી રહ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતા સ્મિતા ઠાકરેએ અલાયા ફર્નીચરવાલાને પણ ટેગ કરી છે.

Image Source

આ ઉપરાંત પણ અલાયાએ પણ આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સ્મિતા ઠાકરે દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને ઘણા લોકો ઐશ્વર્યને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. સ્મિતાએ આ વીડિયોની સાથે રેડ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Smita Thackeray (@smitathackeray) on

એશ્વર્ય ઠાકરે જાન્યુઆરીમાં અલાયા ફર્નીચરવાલાની ડેબ્યુ ફિલ્મ “જવાની જાનેમન” પ્રીમિયર  પર પણ જોવા મળ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.