અનન્યા પાંડેની બહેન અલાના પાંડેએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ, જાણો તસવીરો શેર કરીને કેમ થઇ ગઈ દુઃખી?

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની બહેન અલાના પાંડેએ તેના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે સાથે સગાઈ કરી લીધી છે. તેમજ સગાઈ પછી અલાનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સગાઈ સેરેમનીની તસવીરો પણ શેર કરી છે. પોસ્ટ શેર કરતા અલાનાએ લખ્યું કે તે ટૂંક સમયમાં તેના મંગેતર આઈવર સાથે લોસ એન્જલસ પરત ફરશે. આ સિવાય તેણે એ પણ ખુલાસો કર્યો કે તે પોતાના પરિવાર અને ઘર છોડીને દુખી છે. અલાના પાંડે સગાઈમાં રાજકુમારીની જેમ તૈયાર થઇ હતી.

અલાના પાંડેએ તેની તસવીરોના કેપ્શનમાં લખ્યું, “ખુબ ખુશ છુ કે અમને અમારા નજીકના મિત્રો અને પરિવાર સાથે સગાઈ સમારોહનું આયોજન કરવાની તક મળી.” આ તસવીરોમાં અલાના અને તેમના મંગેતર આઈવર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. સગાઈ માટે અલાનાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ગ્રે લહેંગો પસંદ કર્યો હતો જ્યારે આઈવર સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા.

આ કપલ પરિવાર અને મહેમાનો સામે રોમેન્ટિક અને કોઝી બનીને એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા હતા. અલાનાની સુંદર તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે પરંતુ આ વખતે તેની ખાસ તસવીરોએ ચાહકોને ચોંકાવી દીધા હતા.

સગાઈમાં મોટા મોટા દિગ્ગ્જ સ્ટાર્સે પણ હાજરી આપી હતી.  જેવા કે નિર્વાણ ખાન, સોહેલ ખાન-સલમા ખાન, અતુલ અગ્નિહોત્રી, લારા દત્તા પતિ મહેશ ભૂપથિ સાથે, બિપાશા બાસુ, રોકી એસ તથા મમતા આનંદ. સાથે જ પાર્ટીમાં લૅવિશ ડેઝર્ટ સર્વ કરવામાં આવ્યું હતું.

બોયફ્રેન્ડની સાથે અલાના પાંડેનો ભાઈ અહાન પાંડે પણ ઘણો ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. અલાના પાંડેની સગાઈમાં તેનો ભાઈ અહાન પાંડે હોસ્ટની ભૂમિકા જવાબદારીપૂર્વક નિભાવતો જોવા મળ્યો હતો. બંને ભાઈ-બહેનની આ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

અલાના પાંડેએ તેના ભાઈ અહાન પાંડે માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, “બેબી ભાઈની પ્રશંસામાં પોસ્ટ. હું તને વિશ્વની કોઈપણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરું છું. પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી અલાના ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની દીકરી છે. તે ટૂંક સમયમાં બોયફ્રેન્ડ આઈવર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

થોડા દિવસો પહેલા અલાનાના બોયફ્રેન્ડે તેને પ્રપોઝ કર્યું હતું. આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરી હતી. તેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, “જ્યાં સુધી હું તને મળી ન હતી, ત્યાં સુધી મેં ક્યારેય કોઈ અન્ય વ્યક્તિને આટલો પ્રેમ કરવાનું વિચાર્યું ન હતું.

મને દરરોજ હસાવવા અને મને આટલો પ્રેમ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આઈવર તમે મને આ વિશ્વમાં સૌથી ખુશનસીબ માણસનો અનુભવ કરાવ્યો છે. હું તમારા પરિવાર સાથે જોડાવવા તૈયાર છુ, હવે વધારે રાહ જોઈ શકાતી નથી. મૉડલિંગ ક્ષેત્રે ઘણી ખ્યાતિ મેળવનારી અલાના અગાઉ વેકેશન દરમ્યાન તેના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ashley Rebello (@ashley_rebello)

Patel Meet