ખબર

બસનું વ્હીલ માથા પર ફરી વળતા ટુ વ્હીલર ચાલકનું થયું કરુણ મોત, પરિવાર પર તૂટ્યું આભ

દિવસેને દિવસે અકસ્માતને કારણે મૃત્યુ થવાના બનાવમાં વધારો થઇ રહ્યો છે. બેફામ વાહન હંકરવાથી બીજાના જીવ જોખમે મૂકે છે. હજુ તો અમદાવાદ BRTS બસના અકસ્માતની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક બસ અકસ્માતની દુર્ઘટના ઘટી છે. આવો જ એક અકસ્માત વડોદરામાં સામે આવ્યો છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી ચાર રસ્તાથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના રસ્તે પાસે આવેલી હોટલ તારાસન્સ સામે વડોદરાની જ એક લક્ઝરી બસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.


મીડિયા રિપોર્ટ અનુસાર, વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં રહેતા અનિલ શાહ ગઈ કાલે રાતે તેની ટુ-વ્હીલર GJ-06-HF-7130લઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ખાનગી ટ્રાવેલ્સ GJ-06-AX-4327એ જોરદાર ટક્કર મારી હતી. આ બાદ અનિલ શાહ જમીન પર પટકાયા હતા અને તેના માથા પર વ્હીલ ફરી વળતા કરુણ મોત નીપજ્યું હતું.

જણાવી દઈએ કે, અનિલ શાહ લેબોરેટરીના સંચાલક હતા. અચાનક ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડયું છે.