મનોરંજન

‘અક્ષય કુમારે બધાની સામે મારા રંગનો મજાક ઉડાવ્યો હતો’, 26 વર્ષ પછી અભિનેત્રીએ સંભળાવી આપબીતી

આગળના અમુક દિવસોથી ગોરા અને કાળા રંગને લઈને દુનિયાભરમાં અભિયાન શરૂ થઇ ગયું છે, મામલો એટલી હદ સુધી વધી ગયો હતો કે ફેરનેસ ક્રીમ ફેર એન્ડ લવલીએ પોતાની આ પ્રોડક્ટના નામમાંથી ફેર હટાવવાનો નિર્ણય લીધો હતો.

Image Source

આ બધા વચ્ચે એક સમયમાં અક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રીએ 26 વર્ષ પછી પોતાની આપબીતી સંભાળવતા ખુલાસો કર્યો હતો કે અક્ષય કુમારે તેના સાંવલા(કાળા)રંગનો બધાની વચ્ચે મજાક ઉડાવ્યો હતો.

Image Source

અક્ષય કુમાર પર આરોપ લગાવનારી આ અભિનેત્રીનું નામ શાંતિ પ્રિયા છે. શાંતિ પ્રિયા અક્ષય કુમાર સાથે સૌગંધ અને ઇકકે પે ઇક્કા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અમુક દિવસો પહેલા જ શાંતિ પ્રિયાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે અક્ષય કુમારે બધાની વચ્ચે તેના કાળા રંગનો મજાક ઉડાવ્યો હતો.

Image Source

શાંતિ પ્રિયાએ કહ્યું કે-વર્ષ 1994 માં ઈકકે પે ઇક્કાની શૂટિંગ ચાલી રહી હતી. આ ફિલ્મમાં મારો રોલ થોડો મોર્ડન હતો મારે ટૂંકો ડ્રેસ પહેરવાનો હતો અને તેની સાથે સ્કિન કલરના સ્ટૉકિંગ્સ પણ પહેરવાના હતા. ત્યારે એક સીનમાં શૂટિંગના દરમિયાન ઘણા લોકો હાજર હતા અને બધાની સામે અક્ષયે કહ્યું કે શાંતિપ્રિયા તમારા પગમાં મોટા મોટા બ્લડ ક્લોટ્સ છે. મેં પૂછ્યું કે ક્યાં છે? તો તેમણે કહ્યું કે તમારા ઘૂંટણો પર જુઓ. મારા ઘૂંટણની સ્કિન સ્ટોકીંગની અંદરથી પણ કાળી દેખાઈ રહી હતી, અને અક્ષય તેના વિશે જ કહી રહ્યા હતા’.

Image Source

શાંતિ પ્રિયાએ કહ્યું કે,’અક્ષયનું આવું કહેવાથી મને ખુબ જ અસહજતા અનુભવાઈ હતી. આવી રીતે કોઈ અભિનેતા પોતાના કો-પાર્ટનરને કે કોઈને પણ એવું કેમ કહી શકે, તેના શરીરના રંગ વિશે કેમ બોલી શકે, તે પણ આટલા લોકોની સામે’.

Image Source

શાંતિ પ્રિયાના આવા ખુલાસાને લીધે સોશિયલ મીડિયા પર લોકો અક્ષયની આલોચના કરવા લાગ્યા હતા. જેના પછી શાંતિ પ્રિયાએ ફરીથી કમેન્ટ કરતા લખ્યું કે,”હું એ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અક્ષય કુમારે જે પણ મારા વિશે કહ્યું હતું તે એક મજાકના સ્વરૂપે જ હતું. મારુ માનવું છે કે અક્ષયનું આવું કહેવું મને દુઃખ પહોંચાડવાનું બિલકુલ પણ ન હતું. હું તેના બધા કાર્યોને પસંદ કરું છું અને તેના ભવિષ્ય માટે શુભકામના આપું છું’.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.