આ વર્ષે કયારે આવે છે અખાત્રીજ અને જાણો આ દિવસના શુભમૂહુર્ત

અખાત્રીજ પર સર્જાશે ધન યોગ, માતા લક્ષ્મી તમને આપશે આશીર્વાદ, બસ આટલું કરો

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અખાત્રીજ કહેવાય છે. સનાતન ધર્મ મુજબ, આ દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણ મુજબ, ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો વૈશાખ મહિનો હોય છે અને આ મહિને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ લાભદાયક માનવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અખાત્રીજના દિવસે નવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. સોનાથી બનેલી વસ્તુઓ કે આભૂષણની ખરીદીને ખૂબ જ શુભ માનવામા આવે છે. અક્ષય તૃતીયાએ ખાસ કરીને અનાજ, જળ, કપડા, બૂટ-ચપ્પલ અને છત્રીનું દાન કરવામાં આવે છે.

આ વર્ષે 2021માં અખાત્રીજ 14 મેના રોજ શુક્રવારે છે. આ દિવસે ધન યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામા આવે છે.

અખાત્રીજ પર ઘર, મકાન અને અન્ય સંપત્તિની ખરીદી કરવી શુભ ગણાય છે. આ દિવસે ધનનું રોકાણ કરવું, નવા ધંધાની શરુઆત કરવી અને દાન કરવાથી ઘણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.

શુભ મુહૂર્ત

તૃતીયા તિથિ શરૂ – 14 મે 2021 સવારે 05.38

તૃતીયા તિથિ સમાપ્ત – 15 મે 2021 સવારે 07.59

અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત – સવારે 05.38થી લઈને બપોરે 12.18

Shah Jina