અભિનેતા અક્ષય કુમાર ના માત્ર બોલીવુડનો હીરો છે પરંતુ અસલ જીવનમાં પણ તેના કામ કોઈ હીરો કરતા કામ નથી. ફિલ્મોમાં અક્ષયનું ખુબ મોટું નામ છે તો સામાન્ય જીવનમાં પણ અક્ષયના કામની લોકો પ્રસંશા કરે છે. કોરોના મહામારી દરમિયાન અક્ષયે 25 કરોડના દાન ઉપરાંત પણ ઘણું બધું કર્યું છે. પણ વાત કરીએ અક્ષયના રોયલ જીવનની તો તેની પાસે સૌથી મોંઘી 5 વસ્તુઓ છે, અને બધી જ વસ્તુઓએ અક્ષયે તેની મહેત દ્વારા મેળવી છે તો ચાલો જોઈએ એ પાંચ વસ્તુઓ.

1. 260 કરોડનું પ્રાઇવેટ જેટ:
અભિનેતા અક્ષય કુમારનું જીવન રાજાશાહી ભરેલું છે. તેની પાસે 260 કરોડ રૂપિયાની કિંમતનું પ્રાઇવેટ જેટ પણ છે, અક્ષયની ઘણી તસવીરો આ જેટ સાથે જોવા મળી છે. અક્ષય પોતાના જીવનમાં ખુબ જ મોંઘા મોજશોખ કરે છે.

2. 80 કરોડનો બંગલો:
મુંબઈના જુહુ બીચ ઉપર અક્ષયનો આલીશાન બંગલો આવેલો છે. જેની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બહુમાળી મકાન અક્ષયનું ખુબ જ ગમતું ઘર છે. આ આ બંગલાની અંદરથી દરિયો દેખાય છે. આ ઘરનું આખું ઇન્ટિરિયર તેની પત્ની ટ્વીન્કલ ખન્નાએ કર્યું છે.

3. 3.34 કરોડની રોલ્સ રોય:
અક્ષય મોંઘી ગાડીઓનો પણ ખુબ જ શોખીન છે. તેની પાસે રોલ રોય ફેન્ટમ કાર છે. જેની કિંમત 3.34 કરોડ રૂપિયા છે. આ કાર બોલીવુડમાં માત્ર ચાર જ લોકો પાસે છે, જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા છે.

4. 3.2 કરોડની બેન્ટલી:
ઓલ્સ રોય ઉપરાંત અક્ષય પાસે Bentley Continental Flying Spur કાર પણ છે. જેની કિંમત 3.2 કરોડ રૂપિયા છે, આ કાર પણ બોલીવુડમાં ત્રણ જ લોકો પાસે છે જેમાં અમિતાભ અને શાહરુખ સાથે અક્ષય પણ છે.

5. 25 લાખની બાઈક:
કાર ઉપરાંત અક્ષય પાસે લાખોની બાઈક પણ છે. તેની પાસે યામાહા વી મેક્સ જેવી સુંદર બાઈક છે જેની કિંમત 25 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેને તેના મિત્ર અભિનેતા જોન ઇબ્રાહિમે પણ એક બાઈક હાર્લી ડેવિસન વી-રોડ ગિફ્ટ આપી હતી જેની કિંમત પણ 20 લાખ રૂપિયા છે.