બૉલીવુડનો દુનિયામાં ખેલાડી કુમાર તરીકે મશહૂર એક્ટર અક્ષયકુમાર તેની ફિટનેસને લઈને ઘણા ચર્ચામાં છે. અક્ષય કુમાર આજે પણ પહેલાની જેમ જુવાન જ નજરે આવે છે.
View this post on Instagram
અક્ષય કુમારની આજની તસ્વીર જુઓ કે 20 વર્ષ પહેલાની તસ્વીર જુઓ સરખી જ જોવા મળશે. અક્ષય કુમારની સાથેના બધા એક્ટર આજે દાદાજીનો રોલ નિભાવી રહ્યા છે.
View this post on Instagram
એક્ટર અક્ષયકુમારની ઉંમરનો અંદાજો તેની બૉલીવુડ સફરને જોઈને લગાવી શકાય છે. અક્ષયકુમારે 18થી 20 વર્ષ પહેલા જે-જે ફિલ્મોમાં કામ કર્યું છે તેના બાળકલાકાર છે તે આજે જુવાન થઇ ગયા છે.
View this post on Instagram
વર્ષ 1999માં અક્ષયકુમારની ફિલ્મ જાનવર આવી હતી. આ ફિલ્મને અક્ષયકુમારની ફિલ્મી કરિયરને બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ફિલ્મમાં તે સમયે હિટ સાબિત થઇ હતી. અક્ષયની વધુ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મ ‘જાનવર’ માં અક્ષય કુમારની સાથે એક નાનો બાળક હતો જેને ફિલ્મમાં શાનદાર રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં આ બાળકનું નામ રાજુ હતું.

આ ફિલ્મમાં રાજુએ અક્ષયકુમારના દીકરાનો રોલ નિભાવ્યો હતો. પરંતુ બાદમાં રાજુને શિલ્પા શેટ્ટીને સગો દીકરો દેખાડવામાં આવે છે. જયારે ફિલ્મની શરૂઆત થાય છે તે અક્ષયનો દીકરો જ લાગે છે. સગો દીકરો ના હોવા છતાં ફિલ્મમાં અક્ષય કુમાર તેને બહુ જ પ્રેમ કરે છે.

તો ફિલ્મમાં દેખાડનારો આ રાજુનું સાચું નામ આદિત્ય કાપડિયા છે. આદિત્યનો જન્મ 14 નવેમ્બર 1986ના રોજ થયો હતો. હાલ તેની ઉંમર 33 વર્ષની છે. આદિત્ય કાપડિયા અન્ય ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. આદિત્ય બાળ કલાકાર તરીકે “જાનવર”, “હરી પુત્તર”, “21 તોપો કી સલામી” માં કામ કર્યું છે. આ ફિલ્મો બોક્સઓફિસ પર કમાલ કરી શકી ન હતી
View this post on Instagram
પરંતુ તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા. આદિત્ય મોટા પડદા સિવાય નાના પડદા જેવા કે, જસ્ટ મોહબ્બત, ઇધર-ઉધર, શાકાલાકા બુમ બુમ, સોનપરી, બડે અચ્છે લગતે હૈ જેવી સુપરહિટ સીરિયલમાં કામ કરી ચુક્યો છે. નાના પડદા પર પ્રસિદ્ધ પામેલો આદિત્ય કાપડિયા ફરી મોટા પડદા પર કામ કરવા માટે લગાતાર કોશિશ કરી રહ્યા છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.