નોરા ફતેહી પાછળ ગાંડો થયો અક્ષય કુમાર, બનાવી દીધો એવો રોમેન્ટિક વીડિયો કે…ના વિશ્વાસ આવતો હોય તો તમે જ જોઇ લો

આ જોઈને ટ્વિંકલ ખન્ના જોતી જ રહી જશે, નોરા ફતેહી પાછળ ગાંડો થયો અક્ષય કુમાર- જુઓ વીડિયો

બોલિવુડના ખેલાડી કુમાર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ સેલ્ફીને ખૂબ પ્રમોટ કરી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય સાથે ઇમરાન હાશમી પણ જોવા મળશે. ફિલ્મના પહેલી ગીત મેં ખિલાડી તુ અનાડી પર અક્ષય-ઇમરાને ઘણા સેલેબ્સ સાથે ડાંસ વીડિયો શેર કર્યો. ત્યાં હવે ગીત કુડિએ ની તેરી વાઇબનું પ્રમોશન શરૂ થઇ ગયુ છે.

એવામાં અક્ષય કુમારે નોરા ફતેહી સાથે ડાંસ મૂવ્સ બતાવ્યા છે. અક્ષય કુમાર અને નોરા ફતેહીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નોરા ગ્રીન બોલ્ડ ગાઉનમાં કહેર વરસાવી રહી છે અને તેની અદાઓ ચાહકોનું દિલ જીતી રહી છે. ત્યાં અક્ષય કુમાર એનર્જી સાથે પૂરા સ્વેગથી ડાંસ કરતો નજર આવે છે. જણાવી દઇએ કે, અક્ષય અને નોરાનો આ વીડિયો ફિલ્મ સેલ્ફીના ગીત કુડિએ ની તેરી વાઇબના પ્રમોશનનો છે.

વીડિયો પર લાખો વ્યુઝ અને લાઇક્સ આવી ચૂકી છે. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો પસંદ આવી રહ્યો છે, ત્યાં કેટલાક લોકો વીડિયો પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્નાનો ઉલ્લેખ કર્યો છે. એકે લખ્યુ- ટ્વિંકલ મેમ, અક્ષય સરને કંઇ કહેતા નહિ પ્લીઝ. ત્યાં એકે લખ્યુ કે, ટ્વિંકલ લોકેશન પૂછી રહી છે, વાઇબ વધારવી છે. ત્યાં કેટલાક લોકોએ અક્ષય-નોરાનો જોડીને બેસ્ટ ગણાવી.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ નથી કરી શકી, એવામાં આ ફિલ્મ ઘણી ખાસ છે. ફિલ્મમાં અક્ષય સાથે ઇમરાન અને ડાયના પેન્ટી તેમજ નુસરત ભરુચા પણ છે. આ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સની રીમેક છે. ફિલ્મમાં અક્ષય સુપરસ્ટારના રોલમાં અને ઇમરાન હાશમી પોલિસવાળાના રોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Shah Jina