દાદીના અંતિમ સંસ્કારમાં પહોંચી અક્ષયની લાડલી નિતારા, ચહેરા પર દેખાયું દર્દ…જુઓ PHOTOS
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે સવારે 8 વાગે નિધન થઇ ગયું. જેના બાદ અક્ષય માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલના આઈસીયુમાં 77 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા. આ વાતની જાણકારી અક્ષય કુમારે પોતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી હતી.
અક્ષય કુમારની માતાના અંતિમ સંસ્કાર આજે બુધવારના રોજ કરી દેવામાં આવ્યા. આ દરમિયાન ટ્વિંકલ ખન્ના પણ દીકરી નિતારા સાથે પોતાના સાંસુને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચી હતી. દીકરી નિતારાની આંખો પણ દાદીને ખોવાણું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
ટ્વિંકલ ખન્ના પણ તેના સાસુની અંતિમ વિધિ સમયે ભીની આંખો સાથે જોવા મળી રહી હતી. તો અક્ષય કુમારની દીકરી નીતારાની આંખોમાં પણ આંસુઓ છલકાયેલા જોવા મળી રહ્યા હતા.
અક્ષય કુમાર પણ તેની માતાને ખોયા બાદ ખુબ જ દુઃખી જોવા મળી રહ્યો હતો. અક્ષય તેની માતાની ખુબ જ નજીક હતો અને એટલે જ તેને પોતાની માતાના ખોવાનું દુઃખ અનુભવાઈ રહ્યું છે.
અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ વિધિમાં અક્ષયની સાસુ ડિમ્પલ કાપડિયા પણ નજર આવી હતી. અક્ષયની દીકરી નિતારા પણ તેના નાની સાથે જ સ્મશાનમાં આવી પહોંચી હતી.
અરુણા ભાટિયાના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈની અંદર ધીમો ધીમો વરસાદ પણ ચાલી રહ્યો હતો. ત્યારે કારની અંદર ટ્વિંકલ ખન્ના પણ સાસુના અંતિમ દર્શન કરવા માટે આવી પહોંચી હતી.
અક્ષય કુમારની માતાના અંતિમ દર્શન કરવા માટે બૉલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ આવી પહોંચી હતી. તેને ચહેરાને માસ્કથી કવર કર્યો હતો. જેની તસવીરો પણ સામે આવી રહી છે.