અક્ષયની આ 5 ફિલ્મના નામ જાણીને શાહરુખ, સલમાન, આમિર ફફડી ઉઠશે
બોલીવુડના ‘ખેલાડી’ અક્ષયકુમાર હાલમાં જ તેનો 53મોં બર્થડે મનાવ્યો હતો. 9 સપ્ટેમ્બર 1967માં અમૃતસરમાં જન્મેલા અક્ષયકુમાર આજકાલ લંડનમાં ફિલ્મ ‘બેલબોટમ’નું શુટીંગ કરી રહ્યો છે. બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર ઉર્ફે રાજીવ હરિઓમ ભાટિયા આજે ભલે બોલીવુડના સુપરસ્ટાર હોય પરંતુ તેને અહીં પહોંચવામાં ઘણૉ સંઘર્ષ કર્યો હતો. અક્ષયની કોઈ પણ ફિલ્મે હજુ સુધી કોઈને નિરાશ નથી કર્યા. અક્ષય કુમારની ફિલ્મની વાત કરવામાં આવે તો વર્ષભરમાં 4થી 5 ફિલ્મ ફેન્સનું દિલ જીતી લે છે.

2020 અને 2021માં અક્ષય તેની આવનારી ફિલ્મ દ્વારા ફેન્સના દિલ જીતી લેશે. આ સાથે જ બોક્સ ઓફિસ માં આ ફિલ્મો હંગામો મચાવશે. અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ માટે ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
1.બેલ બોટમ

અક્ષય કુમારની આગામી ફિલ્મના લિસ્ટમાં ‘બેલ બોટમ’ છે. આ ફિલ્મને રણજિત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 2 એપ્રિલ 2021 ના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં લારા દત્તા અને હુમા કુરેશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ને રાઘવા લોરેન્સ ડાયરેક્ટ કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મ 9 ઓક્ટોબર, 2020 ના રોજ ઓટીટી પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાની વાત સામે આવી છે. ટૂંક સમયમાં આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.

‘સૂર્યવંશી’માં અક્ષય ફરી એકવાર કેટરિના કૈફ સાથે સ્ક્રીન પર ધૂમ મચાવવા તૈયાર છે. બંનેએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ જેવી કે ‘હમકો દીવાના કર ગએ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘વેલકમ’ માં સાથે કામ કર્યું છે. રોહિત શેટ્ટી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષની શરૂઆતમાં રજૂ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવી પડી. હવે આ ફિલ્મ 13 નવેમ્બર 2020 ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

ફિલ્મ ‘બચ્ચન પાંડે’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વળી, આ ફિલ્મનું દિગ્દર્શન ફરહદ સમજી કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે.

અક્ષયકુમારની આવનાર ફિલ્મના લિસ્ટમાં ‘પૃથ્વીરાજ’ છે.આ ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ આ વર્ષે 21 નવેમ્બરના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં અક્ષય સાથે મિસ વર્લ્ડ રહેલી માનુષી છિલ્લર લીડ રોલમાં જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.