BREAKING: બોલિવુડના ખેલાડી અક્ષય કુમરની માતાનું થયુ નિધન, ખૂબ જ દર્દમાં છે અભિનેતા

બોલિવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થઇ ગયુ છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેમની માતાના નિધનની જાણકારી આપી છે. સાથે જ અભિનેતાએ માતાને નામ એક ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

અક્ષય કુમારે લખ્યુ કે, તે મારો મહત્વપૂર્ણ ભાગ હતી. આજે મને અસહનીય દર્દ મહેસૂસ થઇ રહ્યુ છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરીથી મળી ગઇ છે. હું તમારી દુઆઓનું સમ્માન કરુ છુ કારણ કે હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી ગુજરી રહ્યા છીએ. ઓમ શાંતિ.

દેશનો અસલી હીરો અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાની તબિયત ગંભીર થઇ જતા તેમને છેલ્લા ૪ દિવસથી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે એક્ટર અક્ષય પણ યુકેનું શૂટિંગ છોડીને ભારત આવી ગયો છે. એક્ટરના મમ્મી અરૂણા ભાટિયા થોડા દિવસથી બીમાર છે અને મુંબઇની હિરાનંદાની હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે. અક્ષય ઈંગ્લેન્ડમાં મુવી સિન્ડ્રેલાનું શૂટિંગ છેલા બે અઠવાડિયાથી કરી રહ્યો હતો. માતાની બીમારીના સમાચાર જાણતાં જ તે યુકેથી મુંબઇ પરત આવી ગયો હતો.

અક્ષય કુમાર લંડનથી શૂટિંગ અધવચ્ચે મૂકીને અચાનક જ પાછો આવી ગયો હતો. એક્ટરના મમ્મી હીરાનંદાની હોસ્પિટલના ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં હતા. માતા અરૂણાની ઉંમર 77 વર્ષના હતા. અક્ષય કુમાર તેમના મમ્મીની ઘણી જ નિકટ હતા. તેમની તબિયત ખરાબ હોવાથી તે મમ્મીથી દૂર રહી શક્યો નહીં.

બોલીવુડના સૌથી TOP અભિનેતા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું છે કે, શબ્દો કરતા હું તમારા બધાનો પ્રેમ અને દુવાને ટચ મેહસુસ કરું છું. તમારો બધાનો આભાર કે મારા માતાની હેલ્થ વિશે પૂછ્યું. મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલીની ઘડી છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

એક એક કલાક અઘરી જઈ રહી છે. તમારી બધાની દુવા માયને રાખે છે. મદદ માટે આભાર. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે પરિસ્થિતિ ખરાબ દેખાઈ રહી છે અને અમે તમારા માટે જરૂરથી દુવા કરીશું…સેકન્ડે સેકન્ડે ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ આવી રહી છે, એમાં એક ફેન્સે તો કહ્યું કે Sir aapki mom ko kuch nai hoga aaj mahaveer jayanti hain to main pray kruga ki aap ki mom jald thick ho jaye

મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટર ઓક્ટોબરમાં ફિલ્મ રામ સેતુનુ શુટિંગ પાછુ શરૂ કરશે અને ચાલુ વર્ષે ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરશે. અક્ષયે માર્ચમાં અયોધ્યામાં આ ફિલ્મનું મૂહૂર્ત કર્યુ હતું. ત્યારબાદ મુંબઈમાં તેમણે ફિલ્મનું લાંબુ શેડ્યુલ શૂટ કરવાનુ હતુ, પરંતુ લોકડાઉનના લીધે બધું કામ અને શૂટિંગને ટાળી દેવામાં આવ્યું હતુ. રિપોર્ટ મુજબ, ફિલ્મના થોડા ભાગનું શૂટિંગ શ્રીલંકામાં થવાનુ હતુ, પરંતુ ફિલ્મના નિર્માતાએ આ યોજનાને બદલી નાખી. પછી ફિલ્મ રામ સેતુની શૂટિંગ કેરળમાં કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ કેરળ કોવિડનું હોટસ્પોટ બનતા પ્રોડ્યુસરે હવે મુવીના બાકીના ભાગનુ ગુજરાતમાં શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. રામ સેતુને અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યાં છે. આમ, રામ સેતુ સિવાય અક્ષય કુમારના ભાગમાં ઘણી ફિલ્મો છે.

પૃથ્વીરાજ, રક્ષાબંધન અને અતરંગીનું શૂટિંગ પહેલાં કરી લીધુ છે. બાકી તેમની પાસે બચ્ચન પાંડે અને સૂર્યવંશી જેવી ફિલ્મો પણ છે. અક્ષયે પ્રોડ્યૂસર્સને તેના વગરના સીન્સનું શૂટિંગ કરવાનું કહ્યું છે, કારણ કે તેનું હંમેશાં માનવું છે કે પર્સનલ ચેલેન્જ હોવા છતાંય કામ તો ચાલુ રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે એક્ટર અક્ષય ત્યારે લંડનમાં ફિલ્મ ‘સિન્ડ્રેલા’નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં રકુલ પ્રીત સિંહ છે.

અભિનેતા 10 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા આવવાનો હતો. તે અહીંયા આવીને તે ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ કરવાનો હતો. પછી ફેમિલી વેકેશન પર જવાનો હતો અને પછી ‘રામ સેતુ’નું શૂટિંગ સ્ટાર્ટ કરવાનો હતો. હવે જોવાનું એ છે કે અક્ષય કુમારનું આ શિડ્યૂઅલ ચેન્જ થાય છે કે નહીં?

તેની પાસે કુલ નવ પ્રોજેક્ટ્સ છે, જેમાં 8 ફિલ્મ તથા એક વેબ સિરીઝ સામેલ છે. ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’,, ‘અતરંગી રે’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’, ‘રામ સેતુ’, ‘OMG ઓહ માય ગોડ નો બીજો પાર્ટ’, ‘સિન્ડ્રેલા’ તથા વેબ સિરીઝ ‘ધ એન્ડ’ સામેલ છે.

Shah Jina