મનોરંજન

સ્ટંટ દરમિયાન બેભાન થયો શખસ, રિયલ લાઇફનો ખેલાડી અક્ષય કુમાર બચાવવા દોડ્યો અને પછી…

અક્ષયકુમાર ફિલ્મી હીરોની સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. બોલીવુડમાં અક્ષયની એક આગવી જ ઓળખ છે. હાલમાં જ તેને સ્વસ્થ ભારતના પ્રચાર પ્રસારના એક ઇન્ટરવ્યૂમાં ટોબેકો પ્રોડેક્ટનું પ્રમોશન ના કરવાનું કહીને કરોડો ભારતીયોના દિલ જીતી લીધા હતા. એ વિડિઓ પણ ઘણો જ વાયરલ થયો હતો.

Image Source

પરંતુ હાલમાં અક્ષયનો બીજો એક વિડિઓ પણ ખુબ જ ચર્ચામાં છે. અક્ષયકુમારે માત્ર ખેલાડી નામની ફિલ્મો જ નથી આપી, તે રિયલ લાઇફનો પણ એક ખેલાડી બનીને સામે આવ્યો. પ્રખ્યાત કોમેડિયન મનીષ પૌલનો એક નવો રિયાલિટી શો “મુવી મસ્તી વિથ મનીષ પોલ” આવવા જઈ રહ્યો છે તેના શૂટિંગમાં મહેમાન તરીકે અક્ષય કુમાર પણ પહોંચ્યો હતો. પરંતુ એ સેટ ઉપર થયું કંઈક એવું કે જેના લીધે અક્ષય કુમાર પોતાન અસલ ખેલાડી સ્વરૂપમાં જોવા મળ્યો.

Image Source

શૂટિંગ દરમિયાન કોમેડિયન અલી અસગ઼ર અને બીજો એક સાથી કલાકાર પર્ફોમન્સ આપી રહ્યા હતાં જેમાં અલી અસગ઼ર સાથે એ સાથી કલાકારને પણ હાર્નેસ લગાવીને ઉપર જવાનું હતું, પરંતુ અચાનક એ સાથી કલાકારનું બીપી લો થઇ જતાં તે બેભાન થઈ ગયો. બેભાન થતાં પહેલા તે માત્ર એટલું જ બોલી શક્યો કે “હાર્નેસ નીચે ઉતારો, મારુ બીપી લો થઈ રહ્યું છે.” પરંતુ તેનો આ અવાજ કોઈને સંભળાયો નહીં. એ જોઈ રહેલા લોકોને એમ જ લાગ્યું કે આ એક્ટિંગનો જ એક ભાગ હશે. પરંતુ અક્ષયને લાગ્યું કે તે કલાકાર ખરેખર મુશ્કેલીમાં છે અને તેને મદદની જરૂર છે. અક્ષયે સમય સુચકતા વાપરી અને તરત જ સેટ ઉપર દોડી જઈ એ કલાકારને નીચે ઉતાર્યો. અલી અસગ઼ર પણ એ કલાકાર સાથે હવામાં જ લટકી રહ્યો હતો.

આ કામ કરીને અક્ષયે પોતાની ફિટનેસની સાથે પોતાની મદદ કરવાની ભાવના પણ બતાવી આપી એક સાચા ખેલાડી તરીકેનું સન્માન પણ મેળવ્યું. અક્ષયના આ વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો અક્ષયના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

Image Source

ટૂંક સમયમાં અક્ષયની નવી ફિલ્મ “હાઉસફુલ 4” આવી રહી છે. જેનું ટ્રેલર અને પોસ્ટર પણ રિલીઝ થઇ ચુક્યા છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.