અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના બોલીવુડના સૌથી પાવરફુલ કપલ માનવામાં આવે છે.બંનેનું બોન્ડિંગ કોઈનાથી છૂપું નથી. પરંતુ શું તમને ખબર છેકે ટ્વીન્કલ ખન્નાએ બીજા બાળક માટે અક્ષયકુમાર સામે અજીબોગરીબ શરત રાખી હતી. જેનાથી બધા પતિએ શબક શીખવા જેવું છે.
બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વીન્કલ ખન્ના આજે કોઈ પ્રસિદ્ધિના મોહતાજ નથી. બંને ઇન્સ્ટ્રીઝના પાવરફુલ કપલ છે. પરંતુ શું તમે જાણો છો કે અક્ષય અને ટ્વીન્કલના લગ્નજીવનમાં એક એવો મોડ આવ્યો હતો જયારે ટ્વીન્કલ ખન્નાએ બીજા બાળક માટે અક્ષય સામે અજીબોગરીબ શરત રાખી હતી. આ વાત સાંભળવામાં જેટલી અટપટી લાગે છે તેટલી જ આ વાત પાછળનો મતલબ એટલો ઊંડો છે.
View this post on Instagram
અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાનો સંબંધ પણ લગ્નના થોડા વર્ષો બાદ દાવ પેચમાં લાગી ગયો હતો. જયારે ટ્વિંન્કલ અક્ષયને કહ્યું હતું કે જ્યાં સુધી તે પરિવારની જવાબદારીને લઈને સેન્સિબલ નહીં થાય અને સારી ફિલ્મમાં કામ કરવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી તે બીજા બાળકને લઈને વિચારશે પણ નહીં. આ વાત હેરાન કરનારી તો છે પરંતુ સીખવાને લઈને જોઈએ તો આ વાતમાં દમ તો છે જ કે પતિ-પત્નીના સંબંધો પ્રેમ, સંયમ અને સમજદારી વગર નહીં ચાલે.
View this post on Instagram
લગ્નજીવનની ગાડી પાટા પર ચલાવી રાખવા માટે એક બીજાને ભાવનાને સમજાવી બેહદ જરૂરી છે. ઘણી વાર એવું પણ જોઈ શકાય છે કે, લગ્નના ઘણા વરસો બાદ પતિ-પત્નીના સંબંધમાં ઝઘડા શરૂ થઇ જાય છે. થોડા સંબંધો સમય સાથે સુધરી જાય છે. તો ઘણા સંબંધો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. પરંતુ અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્નાએ સંબંધ જાનવીને કયારે પણ લગ્નજીવનમાં મધુરતા ઓછી નથી થઇ.
View this post on Instagram
જો શરૂઆતથી પતિ-પત્ની ઘરની જવાબદારીઓનો ભાર પોતાના ખભા પર રાખે છે તો સમયની સાથે પરિસ્થિતિ સુધારી શકાય છે. જ્યારે ટ્વિંકલે અક્ષય સાથે આ વાત કરી હશે ત્યારે શું થયું હશે તમે સારી રીતે સમજી શકો છો. જો કે, આ પછી પણ, તેઓ તેમના સંબંધોમાં કોઈ મુશ્કેલી ના કરીને આ બાબતની ગંભીરતાને સમજી હતી. જો આપણે જોઈએ તો હવે આપણે ટ્વિંકલ-અક્ષય પાસેથી શબક શીખી શકીએ.
બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. અક્ષયકુમારે સમયે-સમયે તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરે છે. હંમેશાની જેમ અક્ષય કુમારની એક તસ્વીર આ હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ-4’ આજકાલ બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. આ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. ત્યારે હાલમાં જ અક્ષયકુમારે તેની પુત્રી નિતારા સાથે એક ફોટો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. આ તસ્વીર શેર કરતાંની સાથે એક કેપ્સન પણ લખ્યું હતું. કેપ્સનમાં લખ્યું હતું કે, ‘આજનો મોર્નિંગ વોક મારી દીકરી માટે એક શીખ લઈને આવ્યો છે. અમે બન્ને ગરીબ દંપતિના ઘરે પાણી માટે ગયા હતા, પરંતુ તે લોકો અમને બહુજ સ્વાદિષ્ટ ગોળ-રોટલી ખવડાવી હતી. સાચે જ દયાળુ હોવાનું કારણ કંઈ જ નથી પરંતુ તેનો મતલબ છે બધું જ છે.’
આજે અક્ષય કુમારે આ વાક્ય તેના ફેન્સ માટે શેર કર્યું હતું. ફેન્સ અક્ષયકુમારની ઘણી તારીફ કરી રહ્યા છે. આ તસ્વીરને અત્યાર સુધી 12 લાખથી વધુ લાઈક મળી ચૂકી છે.
અક્ષયકુમારના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાઉસફુલ-4 પણ હાલમાં ધમાલ મચાવી રહી છે. આ પહેલા અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ પણ ધૂમ મચાવી હતી. આ સિવાય અક્ષય કુમાર ‘ સૂર્યવંશી’, ‘ગુડ ન્યુઝ’, ‘લક્ષ્મી બૉમ્બ’ફિલ્મમાં શામેલ છે.
9 સપ્ટેમ્બર 1967 ના રોજ જન્મેલા અભિનેતા અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લેનારા અક્ષય પંજાબના અમૃતસરના રહેનારા છે. બોલીવુડના ખિલાડી અક્ષય કુમારે માટે બૉલીવુડનું સંઘર્ષ સહેલું ન હતું, તેના માટે તેણે ખુબ મહેનત કરી હતી. અક્ષય કુમારના જન્મદિસવના મૌકા પર આજે અમે તમને તેની આલીશાન અને લગ્ઝરીયસ લાઈફ વિશે જણાવીશું.
અક્ષય કુમાર તાજેતરમાં જ સૌથી વધારે કમાણી કરાનાર ચોથા નંબરના એભિનેતા બન્યા છે. ફોર્બ્સ લિસ્ટમાં તેનું નામ ચોથા નંબર પર અને સૌથી ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં બીજા કોઇ ભારતીય અભિનેતાનું નામ શામિલ નથી જેના હિસાબે અક્ષય કુમાર ભારતના સૌથી વધારે કમાણી કરનારા અભિનેતા બની ગયા છે.

એક અભિનેતા માંથી સુપરસ્ટાર બનવા માટે અક્ષય કુમારને ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો નીકળી ગયા હતા. ફોર્બ્સના આધારે અક્ષય કુમારની કુલ કમાણી 69 મિલિયન ડોલર છે(જૂન 2018 થી જૂન 2019 સુધી) એટલે કે લગભગ 444 કરોડ રૂપિયા છે.

રિપોર્ટના આધારે તેની નેટવર્થ 150 મિલિયન ડોલર એટલે કે 10.74 અરબથી પણ વધારે છે. અક્ષય કુમાર લગ્ઝરી લાઈફના ખુબ જ શોખીન છે. તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન, આલીશાન બંગ્લો અને મોંઘી મોંઘી ગાડીઓ છે.
જો કે બોલીવુડના ઘણા અભિનેતાઓ પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. અક્ષય કુમાર મોટાભાગે પોતાના જેટ દ્વારા સફર કરે છે, જેની કિંમત 260 કરોડ રૂપિયા જણાવામાં આવી રહી છે.

અક્ષય કુમારનું ઘર પણ કોઈ આલીશાન મહેલથી ઓછું નથી. તેનું ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત છે. તેના ઘરેથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. રિપોર્ટના આધારે આ આલીશાન ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. ઘરનું ઇન્ટિરિયર અક્ષયની પત્ની ટ્વિંન્કલ ખન્નાએ તૈયાર કર્યું છે.
બોલીવુડમાં એક્શન હીરો તરીકે કોઈ જાણીતું હોય તો તે છે અક્ષય કુમાર। હાલમાં અક્ષયકુમારે ઘણી જ સામાજિક ફિલ્મો કરી છે. પરંતુ જો તમે તેના ઘર વિશે જાણવા માંગશો ?
અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખિકા ટ્વીન્કલ ખન્ના સાથે જુહુ પાસે આલીશાન બંગલામાં રહે છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. ત્યારે ચોક્કસ પણે કહી શકાય કે અક્ષયકુમારના મકાનને ઘર બનાવવામાં ટ્વીન્કલનો ફાળો છે.
View this post on Instagram
જુહુમાં આવેલા સી ફેસિંગ બંગલાનું ઇન્ટિરિયર અક્ષયકુમારની વાઈફ ટ્વીન્કલ ખન્નાએ કર્યું છે. અક્ષયકુમારના ઘરમાં લાઇફસ્ટાઇલ તેમજ ટ્રાવેલ આધારિત તત્વો જોવા મળશે. આ બંગલામાં એક સ્પેશિયલ તળાવ પણ છે. જેના પર લગભગ 13 હેંગિગ લાઈટ લગાડવામાં આવી છે. તેના સીઆવી ઘરની એક દીવાલ પર પુરા પરિવારનો નવા-જુના ફોટો લગાડવામાં આવ્યા છે.
બંગલાની વાત કરવામાં આવે તો લીવીંગ એરિયા,ડાયનિંગ એરિયા,કિચન હોમ થીએટર છે. તેના ઘરની બહારનો ગાર્ડનનો એરિયા પણ ખુબજ સુંદર છે. ટ્વીન્કલને ગાર્ડનિંગનો ખુબ જ શોખ હોય તેને ગાર્ડનમાં ઘણી વેરાયટીના ફૂલ અને ઝાડ લગાવ્યા છે.ટ્વિન્કલે તેના ગાર્ડનમાં કેરીનું ઝાડ પણ વાવ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.