મનોરંજન

કોરોના વાયરસ સામેની જંગમાં ફરી ખજાનો ખોલ્યો અક્ષય કુમારે, વાંચો સમગ્ર અહેવાલ

કોરોના સામેની લડતમાં ઘણા લોકો સામે આવો રહ્યા છે, ઘણા મોટા ઉદ્યોગપતિઓ, ધાર્મિક સંસ્થાઓ અને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ મોટા પ્રમાણમાં દાન કરી રહ્યા છે, ત્યારે અભિનેતા અક્ષય કુમારે પણ આ મહામારી સામે 25 કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત કોષમાં કર્યું હતું.  ત્યારબાદ અક્ષય કુમાર મુંબઈના થિયેટર આર્ટિસ્ટની મદદે પણ આવ્યા. અને હવે તે મુંબઈ પોલીસ માટે પણ આગળ આવ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.

Image Source

મુંબઈ પોલીસને અક્ષયે હાથ ઉપર બાંધી શકાય એવા સેન્સર વાળા 1000 રીસ્ટ બેન્ડનું દાન કર્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેન્ડ દ્વારા કોવિડ-19ના લક્ષણોની ઓળખ પહેલા જ લગાવી શકાય છે. પોલીસ કોરોના વાયરસ સામેની લડતમાં ખડા પગે ઉભેલી જોવા મળી છે ત્યારે પોલીસની સુરક્ષાને ધાયનમાં રાખીને અક્ષય કુમારે આ નિર્ણય કર્યો છે.

એવું પણ જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ દુનિયાની પહેલી એવી ઓર્ગેનાઇઝેશન હશે જ્યાં પોલીસકર્મીઓ આ પ્રકારના બેન્ડનો ઉપયોગ કરશે. આ બેન્ડ દ્વારા શરીરનું તાપમાન, હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઊંઘ, અને સ્ટેપ કાઉન્ટ સાથે કેલેરી ઉપર પણ નજર રાખી શકાશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.