બૉલીવુડ એક્ટર અક્ષયકુમારે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે મુંબઈ મેટ્રોમાં સફર કરતો નજરે આવે છે.
View this post on Instagram
Make some noise for the Desi Boyz…together we are always a riot! #BrotherFromAnotherMother
અક્ષય કુમારે એક શૂટિંગના સિલસિલામાં ઘાટકોપરથી વર્ષોવા સુધી મેટ્રોમાં સફર કરી હતી. અક્ષયકુમાર મેટ્રોમાં સફર કરતી વખતે ઘણો ઉત્સાહિત નજરે આવ્યો હતો.વીડિયોના કેપ્શ્નનમાં લખ્યું હતું કે, આજ માટે મારી રાઈડ મુંબઈ મેટ્રો. ઘાટ્કોપરથી વર્ષોવા સુધી એક બોસની જેમ સફર કરી હતી. તેને 2 કલાકની સફર 20 મિનિટમાં પુરી કરી હતી.
My ride for today, the @MumMetro…travelled #LikeABoss from Ghatkopar to Versova beating the peak hours traffic 😎 pic.twitter.com/tOOcGdOXXl
— Akshay Kumar (@akshaykumar) September 18, 2019
વીડિયોમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, તે ઘાટકોપરમાં શૂટિંગ કરી રહ્યો હતો. તેને વર્ષોવા જવું હતું. તેના માટે તેને મેપમાં ચેક કર્યું તો તેમાં તેનો અનુમાનિત સમય 2 કલાકથી વધુ બતાવતો હતો. વધુમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, મારી સાથે મારી આગામી ફિલ્મ ‘ગુડ નન્યુઝ’ના નિદર્શક રાજ સાથે હતા. તેને મને મેટ્રોમાં ટ્રાવેલ કરવાની સલાહ આપી હતી. પહેલા તો આનાકાની કરી હતી. ત્યારબાદ 2 થી 3 બોડીગાડ લઈને હું તૈયાર થઇ ગયો હતો. હું ચુપચાપ એક ખૂણામાં 2 થી 3 બોડીગાર્ડને લઈને ઉભો હતો. સાથે જ કહ્યું હતું એ, ઘણા લોકોએ તેને ઓળખ્યો નહીં તો ઘણા લોકોને આ બાબત ની ખબર ના હતી.
અક્ષયે મેટ્રોની તારીફ કરતા કહ્યું થયુ કે, આ એક જ ટ્રાન્સપોર્ટેશન હાઈટ પર છે જે વરસાદમાં પણ ચાલે છે. સાથે જ તેને મેટ્રોનો અનુભવ કરવામાં ઘણી જ મજા આવી હતી. છેલ્લે તેને બાજુમાં ઉભેલા રાજનો આભાર માણ્યો હતો. બાદમાં તેને ફેન્સને બાય કહીને વિડીયો પૂરો કર્યો હતો.
ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ની વાત કરવામાં આવે તો તો અક્ષય સાથે આ ફિલ્મમાં કરીના કપૂર અને દિલજિત દોસાંઝ લીડ રોલમાં છે. આ ફિલ્મ ડિસેમ્બર2019માં રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks