મનોરંજન

બાળકોની આ વાત સાંભળીને અક્ષયકુમારનું દિલ તૂટી પડે છે, કહ્યું કે, મને બહુ જ ખરાબ…

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની પુત્રી નિતારાએ કેમરાની સામે હંમેશા તેનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી હોય છે. ઘણી વાર નિતારાએ આવી જ રીતે રીએક્ટ કરતા સ્પોટ પણ કરવામાં આવી છે.

અક્ષયકુમારના ફેન્સના મનમાં ઘણીવાર આ વાત ચાલતી હોય છે કે આખરે અક્ષયકુમારની પુત્રી આવું કેમ કરે છે? ત્યારે પહેલુંવાર આ બાબતે અક્ષયકુમારે સચ્ચાઈ બતાવી છે.

હાલમાં જ અક્ષયકુમારે એક અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરી જણાવ્યું હતું કે,એક વાર અમારા ફેમિલિ ડિનરમાં જવા માટે નિતારાએ ઇન્કાર કરી દીધો હતો. આ પાછળનું કારણ હતું પેપરાજી. પુત્રીની આ વાત સાંભળીને મારું દિલ તૂટી જાય છે.

પુત્રીની આ વાત સાંભળીને અક્ષયકુમારને બહુજ ખરાબ લાગ્યું હતું. વધુમાં અક્ષયકુમારે કહ્યું હતું કે, મારી દીકરીને કેમરાની ફ્લેશ લાઈટ પસંદ નથી. તેથી તે ડિનર પર આવવાનો સાફ ઇન્કાર કરે છે.

અક્ષયે વધુમાં કહ્યું હતું કે, મારા પુત્ર આરવને પણ ડિનર પર જવા માટે ઇન્કાર કરી દે છે. કારણકે તે તેની ટ્રેનિંગ પુરી કરીને આવે છે. તેને નથી લાગતું કે તે અમારી સાથે ડિનર પર આવે અને ફેન્સ તસ્વીર જોઈને કહે કે, બહુજ થાકેલો જોવા મળે છે.

અક્ષયકુમારે આ બાબતે કહ્યું હતું કે, સાચું કહ્યું તો હું આના માટે કોઈને દોષ નથી દેતો. સ્ટાર હોવાને કારણે અમારે આ માટે તૈયાર રહેવું પડે છે. પરંતુ અમારા બાળકોને સાર્વજનિક રૂપથી ફોલો કરવા જોઈએ. આ મારી રાય છે. અને હું મારા બાળકોને આ જ શીખવાડું છું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.