આખી દુનિયામાં કોરોના જેવી મહામારી ફેલાઈ ગઈ છે. રોજ હજારો લોકો આ બીમારીને કારણે મરી રહ્યા છે. ભારતમાં આ મહામારીથી બચવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકડાઉનને પણ 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે પછી એ સેલિબ્રિટી જ કેમ ન હોય. આવા સમયે સેલિબ્રિટી સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ, તસવીરો, વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
અક્ષય કુમારનો દીકરો આરવની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેમે તે મિસ્ટ્રી ગર્લની સાથે જોવા મળે છે.જણાવી દઈએ કે આરવને પણ તેને પિતાની જેમાં ખાવાનું બનાવવાનો શોખ છે. બીજા સ્ટાર કિડની તુલનામાં આરવ ખુબ જ સુંદર અને દેખાવડો છે

આરવ હાલમાં 17 વર્ષનો છે અને તેને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. સોશ્યિલ મીડિયામાં વાયરલ થયેલી આ તસ્વીરમાં વિખરાયેલા વાળ અને મોઢા પર હલકું હાસ્ય દેખાઈ રહ્યું છે. તેનું રિએક્શન પણ જોવા જેવું છે.

તમને જણાવી દઈએ કે આરવ સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનની પાકો મિત્ર છે અને બંનેને ઘણીવાર પોતાના મિત્રોની સાથે ઇન્જોય કરતા જોવા મળે છે

આરવે જુહુમાં આવેલી ઇકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલથી ભણતર પૂરું કર્યું છે. આરવ માત્ર ખાવાનું બનાવવામાં પપ્પા જેવો નથી પણ તે પપ્પાની જેમ માર્શલ આર્ટ્સન પણ ટ્રેનિંગ લીધી છે. આરવે 2016 માં જાપાની માર્શલ આર્ટની સ્વર્ધામાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો.
ફેબ્રુઆરી 2016 માં અક્ષયે પોતાના પુત્રનો ફોટો શેર કર્યો હતો, જેમાં પીએમ મોદી કાન ખેંચતા જોવા મળ્યા હતા. તેમણે લખ્યું, ‘પિતાના જીવનની ગૌરવપૂર્ણ ક્ષણ, જ્યારે વડા પ્રધાન તમારા પુત્રનો કાન ખેંચે છે અને તેમને કહે છે કે તે એક સારો બાળક છે’.

થોડા મહિના પહેલા આરવની માતા ટ્વિંકલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આમાં તેણે કહ્યું હતું કે તેના દિકરાએ પોલીસના નામથી તેના મોબાઇલમાં તેનો નંબર સેવ કર્યો છે.

આરવને લાઇમલાઇટમાં આવવાનું પસંદ નથી. જો કે, તે ક્યારેક મિત્રો સાથે મૂવી ડેટ પર દેખાય છે. જણાવી દઈએ કે અક્ષયના પિતા સાથે તેના પુત્ર સાથે મિત્ર જેવા સંબંધો વધારે છે.

બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર સ્ક્રીન પર એક હિટ અભનેતા છે, તેમને વધુ કમાણી કરનાર અભિનેતા પણ માનવામાં આવે છે. તેમની ફિલ્મો હિટ થાય છે, અક્ષય એક સારા અભિનેતા છે અને સાથે જ અક્ષય એક ફેમિલી મેન પણ છે. ફિલ્મો કરવાની સાથે જ તેઓ પોતાના પરિવારને પણ સમય આપે છે અને તેમનું ધ્યાન પણ રાખે છે. ત્યારે આજે વાત કરીએ અક્ષયના દીકરા આરવ ભાટિયા વિશે. એ પણ પોતાના પિતાની જેમ જ ખૂબ જ ટેલેન્ટેડ છે, આરવની ખબરો મીડિયામાં આવતી જ રહે છે, પરંતુ આરવ ખૂબ જ શરમાળ સ્વભાવનો છે. થોડા સમય પહેલા જ આરવે પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું.
ટ્વિંકલ ખન્નાએ શોશિયલ મીડિયા પર ખાવાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તે તેના પુત્ર આરવ દ્વારા તૈયાર કરાઈ હતી. ટ્વિંકલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આરવે શાનદાર ખાવાનું બનાવ્યું છે, તેને તેનો ગર્વ છે. આરવે પરિવાર માટે લંચ મિલ અને ડેઝર્ટ તૈયાર કર્યું તો ટ્વિંકલે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરીને આરવની પ્રશંસા કરી હતી.
ફોટો શેર કરતી વખતે ટ્વિંકલે લખ્યું કે, મારો ટીનેજર જાતે જ ડિનર અને ડેઝર્ટ બનાવે છે. મેનૂમાં મશરૂમ રિસોટ્ટો, મિસો એવોકાડો સલાડ, ચિકન સ્કીવર્સ અને ચોકલેટ શફલ છે. પ્રાઉડ મમ્મા. પરિવારને આપેલી આ ટ્રીટ પર માત્ર ટ્વિંકલ જ નહીં પરંતુ લોકોએ પણ કૉમેન્ટ્સ કરીને આરવના કામની પ્રશંસા કરી.
આરવ એક શબ્દમાં જ ફિલ્મનો રીવ્યુ કરે છે. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર 2002માં થયો હતો. આરવ હાલ તો ભણવામાં ધ્યાન આપી રહ્યો છે.પરંતુ આરવની હાઈટ અને બોડી અક્ષય કુમાર જેવી જ લાગે છે. આરવ પણ અક્ષયની જેમ માર્શલ આર્ટની ટ્રેનિંગ લઇ રહ્યો છે. આરવ પણ અક્ષય કુમારની જેમ રસોઈ બનાવવામાં માહિર છે.અક્ષયની પત્ની ટ્વીન્કલ ખન્ના દીકરા આરવની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા આવે પરિવાર માટે મિલ અને ડેઝર્ટ તૈયાર કર્યું હતું. ટ્વીન્કલ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરી હતી. આ સાથે જ આરવની કુકીંગ સ્કિલની વાત કરી હતી. જણાવી દઈએ કે, અક્ષય કુમારને પણ રસોઈ બનાવવાનો શોખ છે. અક્ષય કુમાર બોલીવુડમાં આવતા પહેલા બેંગકોકમાં શેફ તરીકે કામ કરતો હતો. હાલ અક્ષય પણ સારી રસોઈ બનાવી લે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.