આ 1 ખૂબીને કારણે અક્ષય કુમારના દીકરામાં જોવા મળેછે રાજેશ ખન્નાની ઝલક, PM પણ કરી ચૂક્યા છે પ્રશંસા
બોલીવુડમાં ઘણા બધા અભિનેતાઓ છે પરંતુ એવા થોડા જ અભિનેતાઓ છે જેને ટોપ ઉપર કહી શકાય, એવા જ દિલદાર અભિનેતા જેમને કોરોના મહામારી સામે લઢવા માટે દેશને મોટી સહાય પણ આપી એવા અક્ષય કુમારનો દીકરો આરવ પણ સારું ફેન ફોલોઅર્સ ધરાવે છે.
પરંતુ તે આ લાઇમલાઈટથી ઘણો જ દૂર છે. થોડા સમય પહેલા જ અક્ષયે શેર કરેલી એક તસ્વીરમાં તે પ્રધાનમંત્રી મોદી સાથે જોવા મળ્યો હતો. એ તસ્વીર પણ ઘણી ચર્ચામાં આવી હતી, આજે આપણે આરવના જીવન વિશેની કેટલીક વાતો જાણીએ.

અક્ષય કુમારના દીકરા આરવનો જન્મ 15 સપ્ટેમ્બર 2002ના રોજ થયો હતો. આરવે મુંબઈની સુકલમાં અભ્યાસ કર્યા બાદ વધુ આભયસ માટે તે હાલમાં સિંગાપોરમાં ભણી રહ્યો છે. રાવણે માર્શલ આર્ટ્સનો ખુબ જ શોખ છે.
આરવને આમ તો લાઇમલાઇટથી દૂર રહેવું તો પસંદ છે.પરંતુ તે ઘણીવાર તેની નાની અને અભિનેત્રી ડિંપલ કાપડિયા સાથે કેટલીક વાર નજર આવી ચૂક્યા છે.
ડિંપલે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ટ્વિંકલ અને અક્ષય કુમારનો દીકરો આરવ સ્ટાઇલ મામલે બિલકુલ રાજેશ ખન્ના જેવો છે. તેમણે રાજેશ ખન્ના અને આરવની એક જેવી આદતો વિશેનો ખુલાસો કર્યો હતો. તેમના અનુસાર, આરવ બિલકુલ રાજેશ ખન્નાની જેમ છે, તે રાજેશ ખન્ના જેમ ઓછી વાત કરવાનું પસંદ કરે છે.
જયારે પણ તેઓ બહાર જવા માટે તૈયાર થાય છે ત્યારે આરવ બસ એક ઝલક જોવે છે અને પછી માથુ ફરાવી કહે છે કે નાની તમે ઘણા સુંદર લાગી રહ્યા છ. આટલું જ કહીને તે આગળ વધી જાય છે. ડિંપલે તે સમયને પણ યાદ કર્યો હતો જયારે રાજેશ ખન્નાએ કહ્યુ હતુ કે આરવ એક દિવસ ફિલ્મ ઇંડસ્ટ્રીનો સુપરસ્ટાર બનશે. ડિંપલે કહ્યુ કે, તેનામાં રાજેશ ખન્નાની જ્મ ગજબનું ડેડિકેશન છે.

આરવના નામ ઉપર પણ સોશિયલ મીડિયામાં ઘણા પેજ બનેલા છે જેમાં આરવની અલગ અલગ તસવીરો શેર થતી રહે છે. થોડા સમય પહેલા જ આરવ અને અક્ષયકુમારની સાથે તસ્વીર જોવા મળી હતી જેમાં તે એક બેન્ચ ઉપર બેઠા હતા. એવું પણ કહેવામાં આવે છે કે અક્ષય તેના દીકરા આરવ સાથે એક મિત્રની જેમ જ વર્તે છે અને બંને એકબીજા સાથે તમામ પ્રકારની વાતો શેર કરે છે.

આરવને લાઇમ લાઇટથી દૂર રહેવાનું ગમે છે અને એટલે જ તે મીડિયા સામે વધારે જોવા મળતો નથી, ક્યારેક તે કેમેરામાં ઝડપાઇ જાય છે ત્યારે પણ તે પોતાનો ચહેરો નીચો કરી દે છે. અથવા તો છુપાવી લે છે.

આરવના કેરિયરને લઈને જયારે અક્ષય કુમારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે અક્ષયે જણાવ્યું હતું કે: “તે પોતાનું જીવન માણી રહ્યો છે, હમણાં તેના ઉપર હું કોઈપણ પ્રકારનું દબાણ આપવા નથી માંગતો, બાળક ત્યારે જ દબાણ અનુભવે છે જયારે તેના માતા પિતા તેના ઉપર દબાણ નાખે છે. હું તે પ્રકારનો પિતા નથી બનવા માંગતો.”