મનોરંજન

16 વર્ષની ઉંમરમાં આરવે અક્ષય કુમારને પાછળ છોડ્યો, ખુશીથી ઝૂમી ઉઠી મા ટ્વિંકલ ખન્ના, જુઓ

બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર સ્ક્રીન પર એક હિટ અભનેતા છે, તેમને વધુ કમાણી કરનાર અભિનેતા પણ માનવામાં આવે છે. તેમની ફિલ્મો હિટ થાય છે, અક્ષય એક સારા અભિનેતા છે અને સાથે જ અક્ષય એક ફેમિલી મેન પણ છે. ફિલ્મો કરવાની સાથે જ તેઓ પોતાના પરિવારને પણ સમય આપે છે અને તેમનું ધ્યાન પણ રાખે છે. ત્યારે આજે વાત કરીએ અક્ષયના દીકરા આરવ ભાટિયા વિશે. એ પણ પોતાના પિતાની જેમ જ ખૂબ જ ટેલેન્ટેડ છે, આરવની ખબરો મીડિયામાં આવતી જ રહે છે, પરંતુ આરવ ખૂબ જ શરમાળ સ્વભાવનો છે. થોડા સમય પહેલા જ આરવે પોતાના પરિવાર માટે ભોજન તૈયાર કર્યું હતું.

ટ્વિંકલ ખન્નાએ શોશિયલ મીડિયા પર ખાવાની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તે તેના પુત્ર આરવ દ્વારા તૈયાર કરાઈ હતી. ટ્વિંકલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આરવે શાનદાર ખાવાનું બનાવ્યું છે, તેને તેનો ગર્વ છે. આરવે પરિવાર માટે લંચ મિલ અને ડેઝર્ટ તૈયાર કર્યું તો ટ્વિંકલે ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરીને આરવની પ્રશંસા કરી હતી.

ફોટો શેર કરતી વખતે ટ્વિંકલે લખ્યું કે, મારો ટીનેજર જાતે જ ડિનર અને ડેઝર્ટ બનાવે છે. મેનૂમાં મશરૂમ રિસોટ્ટો, મિસો એવોકાડો સલાડ, ચિકન સ્કીવર્સ અને ચોકલેટ શફલ છે. પ્રાઉડ મમ્મા. પરિવારને આપેલી આ ટ્રીટ પર માત્ર ટ્વિંકલ જ નહીં પરંતુ લોકોએ પણ કૉમેન્ટ્સ કરીને આરવના કામની પ્રશંસા કરી.

એક યૂઝરે કહ્યું, “મને લાગે છે કે અહીં થોડો શ્રેય અક્ષયને પણ જાય છે. છેવટે, તે એક સારા શેફ છે અને તમારા પુત્રને પણ તેમના દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા મળી હોવી જોઈએ. જોઈને જ લાગે છે કે ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હશે.”

આરવના પિતા અક્ષય કુમાર બોલિવૂડમાં આવતા પહેલા એક શેફની નોકરી કરી ચૂકેલા છે. હવે તેમના જ પગલે ચાલીને તેમનો દીકરો આરવ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું બનાવી રહ્યો છે. અક્ષય પણ ઘરે કૂકિંગ કરે છે. ફિલ્મ મિશન મંગલના પ્રમોશન દરમ્યાન તાપસી પન્નુ અને વિદ્યા બાળાને એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે અક્ષય સેટ પર ખાવાનું ડબ્બો ભરીને લાવતા અને લંચ આખી ટિમ સાથે કરતા હતા.

આરવ હાલમાં લંડનમાં અભ્યાસ કરે છે. તે માત્ર રજાઓમાં મુંબઇ આવે છે. એવી ખબરો પણ આવતી રહે છે કે આરવ ફિલ્મોમાં પણ આવી શકે છે. જોકે તે હજી પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે કહ્યું હતું કે આજના બાળકો પાસે પોતાનું મગજ છે. મારો દીકરો પણ કોઈ અલગ નથી. એને શું કરવું અને એ નિર્ણય એ જાતે જ લેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.