મનોરંજન

શા માટે અક્ષયકુમારની સુંદર બહેને 55 વર્ષના અરબપતિ વૃદ્ધ સાથે લગ્ન કર્યા, કારણ જાણીને ચકિત થઇ જાશો

ફિલ્મસ્ટાર અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી સફળ ફિલ્મો આપનાર અભિનેતા બની ગયો છે. ફિલ્મોમાં જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ અક્ષય એક સુપરસ્ટાર તરીકેની ભૂમિકા હંમેશા નિભાવતો રહ્યો છે. પરંતુ અક્ષયની એક નાની બહેન છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે.

તે ક્યારેય મીડિયા સામે કે પડદા ઉપર જોવા મળતી નથી અને ના એનું ફેસબુક, ઇન્સ્ટા, કે ટ્વીટર જેવા સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે. પરંતુ અક્ષયની બહેને ઉઠાવેલા એક કદમ ઉપર અક્ષય નારાજ થઇ ગયો હતો. ભાઈ બહેનના સંબંધોમાં તિરાડ પડી હતી.

Image Source

અક્ષયકુમારની બહેનનું નામ છે અલ્કા. અલ્કાએ પોતાની 40 વર્ષની ઉંમરમાં પોતાનાથી 15 વર્ષ મોટા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા જેને લઈને અક્ષય તેનાથી ઘણો નારાજ થયો હતો. આ પહેલા કોઈ પણ અલ્કા વિશે ખાસ જાણતું પણ નહોતું, પરંતુ તેના લગ્ન થતાની સાથે જ મીડિયામાં પહેલીવાર આયકુમારની બહેન અલ્કા વિષે સાંભળવા મળ્યું.

Image Source

અક્ષયકુમારની બહેનના લગ્ન જે વ્યક્તિ સાથે થયા છે તેનું નામ સુરેન્દ્ર હીરાનંદાની છે, સુરેન્દ્ર રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલ એક બિઝનેસમેન છે. ભારતના તોપ ધનાઢ્ય 100 બિઝનેસમેનમાં સુરેન્દ્રનું નામ આવતું હતું. સુરેન્દ્રનું આ બીજું લગ્ન હતું, તેની પહેલી પત્ની પ્રીતિ સાથે 2011 માં ડિવોર્સ થઇ ચુક્યા હતાં. 2012 માં સુરેન્દ્રએ અલ્કા સાથે લગ્ન કર્યા. 2017માં સુરેન્દ્રની પત્ની પ્રીતિએ પણ પોતાના પારિવારિક મિત્ર મિલન મહેતા સાથે લગ્ન કરી લીધા.

Image Source

અક્ષયકુમારનું પોતાની બહેન સાથે નારાજ થવાનું કારણ એ જ હતું કે તેની બહેને પોતાનાથી 15 વર્ષ મોટા વ્યક્તિ સાથે અને તે પણ એ વ્યક્તિના બીજા લગ્ન હોવાના કારણે અક્ષય ખુશ નહોતો. પરંતુ વર્ષ 2015 અને 2017માં અક્ષય દ્વારા રક્ષાબંધન ઉપર પોસ્ટ કરાયેલા વિડીઓમાં પોતાની બહેન સાથે મસ્તી કરતાં જોઈ સામે આવ્યું કે અક્ષયની નારાજગી સમાપ્ત થઇ ચુકી છે પોતાની બહેનના લગ્ન જીવનનો સ્વીકાર પણ કરી લીધો અને બંનેના લગ્નમાં પોતાની પત્ની ટ્વીન્કલ ખન્ના સાથે હાજરી પણ આપી હતી.

Image Source

2017માં એક વિડિઓ દ્વારા અલ્કાએ પોતાના ભાઈ સાથેના ગાઢ સંબંધો સાથે મહિલા સશક્તિકરણની પણ સુંદર વાત કરી હતી. અલ્કાએ 2014માં એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી”ફગલી” પરંતુ બોક્સઓફિસ પર તે પ્રભાવ પાડી શકી નહિ.

Image Source

અલ્કા અને સુરેન્દ્રના લગ્નબાદ તેઓ હનીમૂન માટે ટર્કી ગયા હતા, લગ્ન બાદ તેમને એક દીકરી પણ છે જેનું નામ સીમર છે અને હાલ તે અમેરિકામાં છે. અલકા ભાટિયા અને સુરેન્દ્ર હિરાનંદાનીના લગ્નનો અક્ષયે કર્યો હતો વિરોધઃ એક્ટર અક્ષયકુમાર પોતાની સિસ્ટર અલકાને લઈને ઘણો જ પ્રોટેક્ટિવ છે. અલકા(44) અને સુરેન્દ્ર(59) વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હોવાથી તે આ લગ્નની વિરૂદ્ધમાં હતો.

જોકે, અક્ષય કુમારની માતાએ પોતાના દિકરાને સમજાવ્યો હતો અને અંતે અક્ષય કુમાર આ લગ્ન માટે તૈયાર થયો હતો. 21 ડિસેમ્બર, 2012ના રોજ ગુરૂદ્વારામાં અલકા તથા સુરેન્દ્રે લગ્ન કર્યાં હતાં. 23 ડિસેમ્બરના રોજ અક્ષયે મુંબઈની 5 સ્ટાર હોટલમાં રિસેપ્શન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર બંને વચ્ચે લવ અફેર હતું…