બોલિવૂડ એવી ઇન્ડસ્ટ્રી છે જ્યા સેંકડો લોકો આવે છે, નસીબ અજમાવે છે અસફળ થતા પાછા જતા રહે છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે જે આવ્યા અને ગણતરીની ફિલ્મો કરી અને ફિલ્મો ફ્લોપ થતા કે તેમને વધુ કામ ન મળતા આ ઇન્ડસ્ટ્રી છોડીને જતા રહે છે. ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઈ અને આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી કે પછી એમને કામ ન મળવાને કારણે તેમની અભિનયની કારકિર્દી ગણતરીની ફિલ્મો સુધી જ સીમિત રહી. આવી જ એક અભિનેત્રીની વાત કરીશું આજે જેને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું હતું.

શું તમને અક્ષયકુમારની ફિલ્મ ‘સૈનિક’ યાદ છે? આ ફિલ્મમાં અક્ષય એક સૈનિકનું પાત્ર ભજવ્યું હતું અને તેમની સાથે રોનીત રોય અને અનુપમ ખેર જેવા અભિનેતાઓએ પણ અભિનય કર્યો. આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા પણ હતી જે હતી અક્ષયની બહેનની ભૂમિકા, જે ભજવી હતી અભિનેત્રી ફરહીને. આ પાત્ર ભલે સાઈડ રોલ હતો પરંતુ આ ભૂમિકા જબરદસ્ત હતી. લોકોને તેમનો અભિનય જ પસંદ આવ્યો હતો, પરંતુ તેમનો ચહેરો થોડો થોડો માધુરી દીક્ષિત જેવો હોવાને લીધે તેમની ફોલોઇંગ પણ જબરદસ્ત વધી ગઈ હતી.

ફરહીને વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘જાન તેરે નામ’ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે સૈનિક, નજર કે સામને, ફૌજ, દિલ કી બાઝી અને આગ કે તૂફાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફરહીન હિન્દી ફિલ્મોમાં સારું કામ કરી રહી હતી. તેની લોકપ્રિયતા પણ વધી રહી હતી, અને કદાચ તેના કારણે, તેને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી બધી ઓફર મળી હતી. ત્યાં પણ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું… પરંતુ ખબર નહિ શું થયું, પણ અચાનક જ ફરહીને ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું.

કોઈને પણ ફરહીનનું આમ ચાલ્યા જવું સમજાયું નહીં, કારણ કે તે સારું કામ કરી રહ્યી હતી, તેની પાસે ફિલ્મની ઓફર્સનો અભાવ નહોતો, તેમ છતાં ફરહીન ફિલ્મોને છોડીને અચાનક જ ગાયબ થઇ ગઈ. ફિલ્મો છોડ્યા પછી, ફરહીને ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે લગ્ન કરી લીધા. લગ્ન પહેલાં, તે બંનેનું ચાર વર્ષ સુધી અફેર રહ્યું. એવું પણ કહેવાય છે કે ફરહીને મનોજ પ્રભાકર સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જોકે તેમાં કેટલું સત્ય છે એ કોઈ નથી જાણતું.

લગ્ન પછી, ફરહીને ફિલ્મોમાં ફરી આવવાની કોશિશ પણ કરી, પરંતુ તેમની કમબેક ફિલ્મ વધુ ચાલી નહિ. જો કે ફરહીનને ફિલ્મોથી દૂર રહેવાનો કોઈ જ અફસોસ નથી. જયારે તે પોતાની કારકિર્દીની ટોચ પર હતા, ત્યારે પણ તેને કારકિર્દીની ચિંતા કર્યા વિના તેના મનમાં જે આવ્યું એ કર્યું હતું.

આજે ફરહીન જ્યા છે ત્યાં ખુશ છે. ફરહીન પ્રભાકર માત્ર તેમના પરિવારને જ નથી સંભાળતા પણ તે આજે એક સફળ બિઝનેસવૂમન પણ છે. ફરહીનનું પોતાનું હર્બલ ત્વચા સંભાળ ઉત્પાદનોનો બિઝનેસ છે. તેઓ નેચરેન્સ હર્બલ્સ નામની કંપનીના ડિરેક્ટર છે, જે તેમને અને તેમના પતિ મનોજ પ્રભાકરે સાથે મળીને ખોલી છે. છેલ્લા 18 વર્ષથી, તે આ કંપનીને સંભાળે છે. તેમનો આ બિઝનેસ પણ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.