કેમેરા સામે કાંસકો પકડીને પોતાના દાંત ઉપર કર્યું અક્ષય કુમારે એવું કે વીડિયો જોઈને ચાહકો બોલ્યા, “ગુટખાના ડાઘ સાફ કરવાની નવી તકનીક ?”

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર એવો અભિનેતા છે જે દર વર્ષે લગભગ 4-5 ફિલ્મો રિલીઝ કરે છે. બોલિવૂડના ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. પોતાના જોરદાર એક્શનથી લોકોને રોમાંચથી ભરી દેનાર અક્ષય હવે તેના શાનદાર કોમિક ટાઈમિંગથી ચાહકોને ખૂબ હસાવી રહ્યો છે. પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરનારા કલાકારો સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. કલાકારો દરરોજ તેમની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે.

હાલમાં જ અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે. વિશ્વ હાસ્ય દિવસના અવસર પર અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે. શેર કરાયેલા આ વીડિયોમાં એક્ટર ખૂબ જ ફની ફેસ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે તે દાંત પર કાંસકો ફેરવતો જોવા મળે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત સ્ટેન્ડ બાય મી વાગી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં અક્ષયની સ્ટાઈલ ખૂબ જ ફની લાગી રહી છે. આ વીડિયોને શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું છે કે, “ખુશીની ચાવી: પોતાના પર હસવામાં સક્ષમ થવા માટે. વીડિયોમાં જે એક્ટિંગ જોવા મળી રહી છે તે કંટાળાને કારણે થાય છે. આશા છે કે આ તમને હસાવશે. કૃપા કરીને હસો, તે ખરેખર પીડાદાયક હતું. વિશ્વ હાસ્ય દિવસની સૌને શુભકામનાઓ.” થોડા સમય પહેલા શેર કરાયેલા આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.

અક્ષય કુમારના વીડિયો પર ટાઈગર શ્રોફ, નુસરત ભરૂચા, ગુરુ રંધાવા જેવા સ્ટાર્સની કોમેન્ટ્સ આવી છે. અક્ષયના વિડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “અક્ષય પાજી વિમલના ડાઘ ક્લિયર કરી રહ્યા છે”. તો અન્ય એક યુઝરે લખ્યું, “અક્ષય કુમાર વિમલ ખાધા પછી દાંત સાફ કરી રહ્યા છે”. નોંધનીય છે કે ટૂંક સમયમાં અક્ષય કુમાર “સેલ્ફી” નામની ફિલ્મમાં જોવા મળશે.

એક્ટર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેતા તેની એક જાહેરાત માટે સમાચારમાં હતો. અભિનેતા હાલમાં જ અજય દેવગણ અને શાહરૂખ ખાન સાથે પાન મસાલાની કોમર્શિયલમાં જોવા મળ્યો હતો. આ જાહેરાતમાં અક્ષયને જોઈને તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. ચાહકોની નારાજગી જોઈને અભિનેતાએ બાદમાં આ જાહેરાત છોડવાની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર સાઉથની ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઇસન્સ’ ની હિન્દી રિમેક ‘સેલ્ફી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ હશે. આ ઉપરાંત તે ટૂંક સમયમાં ફિલ્મ ‘રામ સેતુ’માં પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 એપ્રિલના રોજ તેની ફિલ્મ ‘મિશન સિન્ડ્રેલા’ પણ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ સિવાય તે ‘પૃથ્વીરાજ’, ‘OMG 2’ વગેરે ફિલ્મમાં પણ જોવા મળવાનો છે.

Niraj Patel