મનોરંજન

દેશની બહેન દીકરી માટે શરૂ કરેલા આ કામ માટે મહિલાઓ માને છે અક્ષય કુમારને ભગવાન, વાંચો એવું તો શું કામ છે?

અક્ષય કુમારે તિજોરી ખોલી નાખી હતી, 70 હજાર બહેન-દીકરીઓ માટે કર્યું આટલું મોટું કામ

અભિનેતા અક્ષય કુમારની દરિયાદિલી વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, તે અવાર  નવાર દેશ માટે સારા કામ કરતો આવ્યો છે, અને જયારે પણ દેશને આર્થિક મદદની જરૂર પડી ત્યારે પણ અક્ષય કુમ્મરે પોતાની તિજોરી ખોલી આપી છે.

Image Source

હાલમાં જ કોરોના વાયરસની મહામારી દરમિયાન પણ અક્ષયે 25 કરોડનું દાન કર્યું અને એ સિવાય પણ ઘણી બાળી પ્રવૃત્તિઓ કરીને દેશ માટે પોતાનું યોગદાન પણ આપ્યું છે. પરંતુ આ બધા સિવાય બીજું પણ એક કામ એવું અક્ષયે કર્યું છે જેના કારણે મહિલાઓ તેમને ભગવાન માને છે.

Image Source

નિર્ભયા કાંડની ઘટના બાદ અક્ષય કુમારે એક બહુ જ ઉમદા કાર્ય કર્યું હતું, અક્ષયનું માનવું છે કે મહિલાઓએ તેમની રક્ષા પોતે જ કરવી જોઈએ અને એ ઉદ્દેશ્ય સાથે અકીએ વર્ષ 2014માં શિવસેનાના યુવા પ્રમુખ આદિત્ય ઠાકરે સાથે મળીને ધ વુમન્સ સેલ્ફ ડિફેન્સ સેન્ટર (WSDC)ની શરૂઆત કરી હતી.

Image Source

જ્યાં મહિલાઓને સેલ ડિફેન્સની તાલીમ મફતમાં આપવામાં આવી રહી છે. આ મહિલાઓની તાલીમનું મેનેજમેન્ટ મેહુલ વોરા, મેઘા રાવલ વોરા, જતીન નાયક, અભિષેક ઠક્કર અને વિપુલ સુરુ જેવા અનુભવી લોકોની ટિમ દ્વારા કરવામાં આવે છે. WSDC સેન્ટરની અંદર મહિલાઓને મફતમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે, જેનો તમે ખર્ચ અક્ષય ઉઠાવે છે. સાથે અક્ષય અવાર નવાર આ સેન્ટરની મુલાકાત પણ લેતો હોય છે. સર્ટિફેક્ટ આપવા સમયે પણ અક્ષય અચૂક હાજર રહે છે.

અક્ષય પોતાના સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર આ સેન્ટરની તસવીરો શેર કરતો હોય છે અને સાથે સાથે એમાં તાલીમ લેનાર મહિલાઓનો ઉત્સાહ પણ વધારતો હોય છે. અક્ષય પોતે બ્લેક બેલ્ટ છે. અને તે પોતાના શરીરને ખુબ જ કસાયેલું રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારના આ કાર્ય માટે મહિલાઓમાં અક્ષય ભગવાન સમાન છે. આજના સમયમાં જયારે મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે અક્ષયના આ સેન્ટરની અંદર મહિલાઓ જોડાઈને આત્મ રક્ષા કરવાનું શીખી રહી છે. જેના કારણે દેશ પણ વધુ મજબૂત બનશે.