બોલીવુડના એકમાત્ર ખિલાડી અભિનેતા અક્ષય કુમાર અભિનયના સિવાય પોતાના લાજવાબ અંદાજ અને ખુશનુમા સ્વભાવને લીધે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય હંમેંશા તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા પણ જોવા મળે છે.
તેનો આવો ખુશનુમા અંદાજ ઘણીવાર ઇન્ટરવ્યૂ અને ફિલ્મ પ્રમોશનના દરમિયાન પણ જોવા મળી ચુક્યો છે. એવામાં તાજેતરમાં જ અક્ષય કુમારનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મજાકના મુંડમાં દેખાઈ રહ્યા છે. વીડિયોમાં અક્ષય ફોટોગ્રાફર્સને જોઈને ભાગવા લાગે છે.
અક્ષયનો આ વિડીયો ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે, વીડિયોને શેર કરતા વિરલે લખ્યું કે,”જ્યારે અક્ષય કુમારે અમારી સાથે મજાક કર્યો.” વીડિયોમાં અક્ષય આગળ અને મીડિયાકર્મીઓ તેની પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે.
શરૂઆતમાં અક્ષય સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ સાથે આવી રહ્યા છે, ફોટોગ્રાફર્સ અક્ષય સાથે વાત કરતા હોય છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા હોય છે. ત્યારે જ અક્ષય તેઓને હેરાન કરવા માટે ભાગવા લાગે છે. અક્ષયને આવું કરતા જોઈને ફોટોગ્રાફર્સ અને પોતે પણ હસવા લાગે છે.
વર્ષ 2020 પણ અક્ષયની ફિલ્મોથી ભરપૂર છે. આ વર્ષે અક્ષયની ફિલ્મો સૂર્યવંશી, પૃથ્વીરાજ, લક્ષ્મી બૉમ્બ રિલીઝ થઇ શકે તેમ છે. આ સિવાય તેની ફિલ્મ ‘બચ્ચપન પાંડે’ વર્ષના અંતમાં કે પછી વર્ષ 2021 માં રિલીઝ થઇ શકે તેમ છે.
જુઓ અક્ષય કુમારનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ