મનોરંજન

કેટરીના બાદ હવે અક્ષય કુમારે જેક્લિન સાથે કર્યો રોમાન્સ, પરંતુ આવ્યો એવો ટ્વીસ્ટ કે જોઈને ચાહકો પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અક્ષય કુમારના ચાહકો દેશમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલા છે. અક્ષયની દરેક ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને બોક્સ ઓફિસ ઉપર પણ તે ખુબ જ સફળ નિવળતી હોય છે, ત્યારે આ દીવાળી ઉપર અક્ષય કુમારની ફિલ્મ “સૂર્યવંશી” રિલીઝ થઇ રહી છે, જેને લઈને ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત છે.

સૂર્યવંશી ફિલ્મ મળતી સ્ટારર ફિલ્મ છે, આ ફિલ્મની અંદર અક્ષય કુમાર ઉપરાંત કેટરીના કૈફ, અજય દેવગન, રણવીર સિંહ તેમજ અન્ય ઘણા મોટા મોટા કલાકારો પણ જોવા મળવાના છે. આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ હવે દિવાળીના બીજા જ દિવસે એટલે કે 5 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મનું એક ગીત ખુબ જ ચર્ચામાં આવ્યું છે, લોકોને પણ આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે, સોશિયલ મીડિયામાં આ ગીત ઉપર ઘણી રીલ પણ બનવા લાગી છે. ગીતના શબ્દો છે, “મેરે યાર” ત્યારે આ ગીત ઉપર હાલ અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને અક્ષય કુમારે જ તેમના અધિકૃત એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ વીડિયોની અંદર જેક્લીન અને અક્ષય રોમાન્સ કરતા નજર આવી રહ્યા છે, પરંતુ આ દરમિયાન જે એક એવી  ઘટના બને છે જેને જોઈને જેક્લીન ડરી જાય છે અને અક્ષય કુમાર હસવા લાગે છે, ચાહકોને પણ આ વીડિયો જોઈને હસવું આવી રહ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મેરે યાર ગીત વાગી રહ્યું છે.

વીડિયોની અંદર અક્ષય કુમાર અને જેક્લીન એક છત ઉપર ઉભા છે, અક્ષયના હાથમાં લાલ રંગના દિલ વાળો ફુગ્ગો છે અને તે ઘૂંટણિયે પડી અને પ્રપોઝ કરતો હોય તે અંદાજમાં જેક્લીનને તે ફુગ્ગો આપે છે અને જેક્લીન ઉપર ખુબ જ પ્રેમથી તે ફુગ્ગો પોતાના હાથમાં લે છે, જેના બાદ ફુગ્ગાને બંનેના શરીર વચ્ચે રાખીને તે ડાન્સ કરવા લાગે છે અને અચાનક જ ફુગ્ગો ફૂટી જાય છે જેનાથી જેક્લીન ડરી જાય છે અને અક્ષય હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


અક્ષય કુમારે આ વીડિયો પોસ્ટ કરવાની સાથે જ એક મસ્ત મજાનું કેપશન પણ આપ્યું છે, તેમને લખ્યું છે કે “અને આ રીતે હું અને જેક્લીન બતાવે છે કે કેવી રીતે પરફેક્ટ રોમાન્સનો ફુગ્ગો ફોડવાનો છે. સાચે જ !!” અક્ષય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો પોસ્ટમાં ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે, તેમજ લાઈક પણ કરી રહ્યા છે.