મનોરંજન

શું દીકરો આરવ કામ કઢાવવા બાપનું નામ વાપરે છે? અક્ષય કુમારે કર્યો ખુલાસો

અભિનેતા અક્ષય કુમાર બોલીવુડનું ખુબ જ મોટું નામ છે. તો મેન વર્સે જ વાઈલ્ડ શોની અંદર પ્રધાન મંત્રી મોદી, રજનીકાંત બાદ હવે અક્ષય કુમાર પહોંચ્યો છે. આ શોની અંદર અક્ષય કુમાર ઘણા સ્ટન્ટ કરતો નજરે આવ્યો છે. તો તેને બિયર ગ્રિલ્સ સાથે પોતાના અંગત જીવન વિશેની પણ ઘણી વાતો શેર કરી છે. તેને પોતાના દીકરા આરવ વિશેની પણ વાત જણાવી છે.

Image Source

અક્ષયના જણાવ્યા પ્રમાણે “આરવને લાઇમ લાઇટમાં રહેવાનું પસંદ નથી. એટલું જ નહીં આરવ લોકોને પણ નથી જણાવતો કે તે અક્ષયનો દીકરો છે. જો કે તે જમીન સાથે જોડાયેલો રહેવા માંગે છે. તે અલગ છે અને તે હું સમજુ છું અને તેની ઈજ્જત કરું છું.”

Image Source

આરવ હાલમાં વિદેશમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે. આરવ બોલીવુડના એ સ્ટારકિડ્સમાં છે જે લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર તે તેની મમ્મીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નજર આવે છે.

Image Source

અક્ષયે પણ ઘણા ઇન્ટરવ્યૂમાં આરવ વિશે જણાવ્યું છે. તો અક્ષયે પોતાની દીકરી નિતારા વિશે વાત કરતા જણાવ્યું હતું કે: “મારુ દિલ તૂટી જાય છે જયારે મારી દીકરી કહે છે કે હું ફેમેલી ડિનરમાં તમારી સાથે બહાર નહિ આવું, કારણ કે ત્યાં ફોટોગ્રાફર હશે, નિતારાને કેમેરાની ફ્લેશથી ખુબ જ નફરત છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.