ગુજરાતનો મહેમાન બન્યો બોલીવુડનો ખેલાડી, સોમનાથ દાદાના ચરણોમાં અભિનેતા અક્ષય કુમારે માથું ટેકવ્યું, જુઓ શાનદાર તસવીરો

સોમનાથ દાદાના ચરણોમાં માથું નમાવતો જોવા મળ્યો અક્ષય કુમાર, સરદાર પટેલની પ્રતિમા ઉપર કર્યા પુષ્પ અર્પણ, જુઓ તસવીરો

ગુજરાત બોલીવુડના સેલેબ્સનું એક મનગમતું સ્થળ બની ગયું છે. ગત રવિવારે જ અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં બોલીવુડના ઘણા બધા સેલેબ્સ હાજર રહ્યા હતા, રણવીર સિંહ અને એઆર રહેમાને શાનદાર પર્ફોમન્સ પણ આપ્યું હતું અને અક્ષય કુમાર અને આમિર ખાન પણ કેમેરામાં કેદ થયા હતા.

બોલીવુડના ઘણા કલાકારો ગુજરાતમાં ફરવા માટે કે પોતાના પ્રોજેક્ટ માટે આવતા હોય છે, ત્યારે હાલમાં જ  બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર તેની ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ”ના પ્રમોશન માટે સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા. સોમવારે તેઓ વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેમણે ઘાટ પર આરતી કરી હતી અને ગંગામાં ડૂબકી લગાવી હતી. તેની પાસે સમ્રાટ પૃથ્વીરાજનો ધ્વજ પણ જોવા મળ્યો. અક્ષયની સાથે ફિલ્મની અભિનેત્રી માનુષી છિલ્લર અને દિગ્દર્શક ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ હતા.

હવે ગઈકાલે મંગળવારે ત્રણેય ગુજરાતના સોમનાથ મંદિર પહોંચ્યા હતા. ત્રણ દિવસ બાદ અક્ષયની ફિલ્મ રિલીઝ થવાની છે તે પહેલા તેણે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. તેણે સમ્રાટ પૃથ્વીરાજનો ધ્વજ પણ આદરના ચિહ્ન તરીકે લહેરાવ્યો હતો. સોમનાથ દાદાના દર્શન અને ત્યાં પૂજા કરતા સમયે અક્ષયની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે.

અક્ષય કુમાર અને ટીમની તસવીરો સોમનાથ મંદિરના ઓફિશિયલ ટ્વિટર પેજ પરથી શેર કરવામાં આવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સોમેશ્વર મહાપૂજનની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત મહાનુભાવો વતી ધ્વજ પૂજન કરવામાં આવ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૌનું સ્વાગત અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

અક્ષય કુમારે આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી, ‘અવિસ્મરણીય અનુભવ, આજે શ્રી સોમનાથ મંદિરમાં આશીર્વાદ લીધા. હર હર મહાદેવ.’ તો ” સમ્રાટ પૃથ્વીરાજ” ફિલ્મની અભિનેત્રી માનુસીએ પણ તેના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ સોમનાથ મંદિરમાં પૂજા સમયની ઘણી બધી તસવીરો શેર કરી છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું પ્રથમ ઐતિહાસિક પાત્ર ભજવી રહ્યો છે. આ ભવ્ય ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બનાવવામાં આવી છે. માનુષી છિલ્લર આ ફિલ્મમાં રાજકુમારી સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં તેના સિવાય સોનુ સૂદ અને સંજય દત્ત પણ જોવા મળશે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ 3 જૂને સિનેમાઘરોમાં આવશે. તે હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel