જીવનશૈલી મનોરંજન

અક્ષય કુમાર પાસે આ 7 મોંઘી વસ્તુઓ છે, તેની કિંમત સૌથી વધુ છે, ગેરેજમાં જ કરોડોની કાર

પાન મસાલાની જાહેરાત કરતા અને ફિલ્મમાંથી કરોડો રૂપિયાની કમાણી કરતા અક્ષય કુમારનો મુંબઈમાં દરિયાનો વ્યુ આવે એવો મોટો બંગલો છે, જુઓ PHOTOS

અક્ષય કુમારને વિમલ ઇલાયચીની જાહેરાત કરવા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, આ વચ્ચે ખબર છે કે અલ્લૂ અર્જુને તંબાકુ બ્રાન્ડની ઓફર રિજેક્ટ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે અલ્લૂ અર્જુનને તંબાકુ કંપનીએ તગડા પૈસાની ઓફર કરી હતી.

પરંતુ તેણે આ ઓફર રિજેક્ટ કરી દીધી કારણ કે તે નથી ઇચ્છતો કે તેના ચાહકોને કોઇ પણ ખોટી વસ્તુની આદત પડે. જણાવી દઇએ કે, કેટલાક સમય પહેલા જ અમિતાભ બચ્ચન પણ એક પાન મસાલા કંપનીની જાહેરાતમાં હતા. તેમને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. તે બાદ ખબર આવી કે બિગ બીએ આ કંપની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ ખત્મ કરી દીધો અને જે ફીસ લીધી હતી તે પણ પરત કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અક્ષય કુમારની મોંઘી વસ્તુ અંગેના સમાચાર સામે આવ્યા છે. તેની પાસે કરોડો રૂપિયાની ઘણી કિંમતી ચીજવસ્તુઓ છે. ચાલો અમે તમને જણાવીએ કે તેમની પાસે કઈ મોંઘી વસ્તુઓ છે. અક્ષય પાસે મુંબઇમાં 80 કરોડનો બંગલા છે. આ બહુમાળી મકાન તેનું પ્રિય છે. આ બંગલામાંથી સમુદ્ર દેખાય છે. તેના ઇન્ટરિઅર્સ તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ તૈયાર કર્યું છે. તેમને એક વૈભવી જીવનશૈલી ગમે છે. તેમની પાસે પોતાનું એક ખાનગી જેટ છે, જેની કિંમત આશરે 260 કરોડ રૂપિયા છે. જેટમાં બેઠેલા અક્ષયની ઘણી તસ્વીરો સામે આવી હતી.

Image Source

અક્ષયને મોંઘી કારનો શોખ છે. તેની પાસે બેન્ટલી કોંટિનેંટલ ફ્લાઇંગ સ્પુર કાર છે, જેની કિંમત 3.2 કરોડ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાની જેમ અક્ષય કુમાર પાસે પણ રોલ્સ રોયસ ફેન્ટમ કાર છે, જેની કિંમત 3..3434 કરોડ છે.

Image Source

અક્ષય કુમારે તેના ગેરેજમાં કરોડોની કાર પણ રાખી છે. તેની પાસે રેંજ રોવર વોગ પણ છે, જેની કિંમત 2.75 કરોડ છે. તેની પાસે યામાહા વી મેક્સક્સ જેવી મહાન બાઇક છે, જેની કિંમત 25 લાખ રૂપિયા છે. આ બાઇક તેમને યામાહા કંપનીએ ભેટમાં આપી હતી. સેટ પર શૂટિંગ કરતી વખતે તેઓ આ બાઇક પર ફરતા હતા. આ સિવાય તેની પાસે 20 લાખ રૂપિયાની હાર્લી ડેવિડસન બાઇક પણ છે.

Image Source

થોડા વર્ષો પહેલા મુંબઇના અંધેરીમાં નવું મકાન ખરીદ્યું. તેમના આ નવા મકાનની કિંમત લગભગ 18 કરોડ છે. આ મકાન 21માં માળે છે. તેણે માત્ર એક ફ્લેટનું જ નહીં પરંતુ આખા ફ્લોરનું નામ આપ્યું છે. સમાન ફ્લોરના 4 ફ્લેટ લીધા છે. 7974 સ્કેવેર ફિટમાં ફેલાયેલા આ ઘરના ફ્લેટની કિંમત આશરે 4.50 કરોડ રૂપિયા છે.

Image Source

અક્ષય અર્બોની સંપત્તિનો માલિક છે. તેની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તે 1800 કરોડ છે. માત્ર ફિલ્મોમાંથી જ નહીં, પરંતુ બ્રાન્ડ્સથી પણ પણ સારી કમાઈ કરે છે. તેઓ કોઈ બ્રાન્ડની જાહેરાત માટે 6 થી 7 કરોડ જેટલી રકમ લે છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અક્ષય એક ફિલ્મ માટે આશરે 120 કરોડ રૂપિયા લે છે. કોઈ ફિલ્મ માટેની ફી ઉપરાંત, તેઓ તે ફિલ્મની કમાણીમાંથી એક શેર તરીકે મોટી રકમ લે છે. બોલીવુડના અજય દેવગન, શાહરૂખ ખાન પછી અક્ષય કુમાર એક પાન મસાલા એડમાં જોડાયા છે, જેને લઇને તેઓ સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા છે. કારણ કે અક્ષયે તેના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગુટખા કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઓફર કરે છે, પરંતુ તેઓ તેને સ્વીકારતા નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)