ફિલ્મી દુનિયા

14 ફિલ્મો ફ્લોપ થયા પછી અક્ષય કુમારે આવી રીતે પોતાને સંભાળ્યો હતો…

અક્ષય કુમાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એવા અભિનેતા છે જેમને ખુબ જ મહેનતથી આજે પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. આજે લોકો તમને બોલિવૂડના ખેલાડીના રૂપે ઓળખે છે. તેમને રોમેન્ટિક, એક્શન, કોમેડી, દેશભક્તિ જેવી અલગ-અલગ ફિલ્મો કરી છે. તેઓ દરેક ફિલ્મમાં પોતાનો રોલ ખુબ જ સારી રીતે નિભાવે છે. તેથી જ તેમનું નામ ટોપ અભિનેતાઓમાં લેવાંમાં આવે છે. તેમની છેલ્લી ફિલ્મ મિશન મંગલ આવી છે જે 200 કરોડથી વધારે કમાઈ કરી ચુકી છે. આ અક્ષયની પહેલી ફિલ્મ છે કે જેને આટલી બધી કમાણી કરી છે.

 

View this post on Instagram

 

She’s happiest when she’s in daddy’s arms and so is daddy, evidently 😁 Wishing you all the happiness in the world always❤️ Happy birthday darling, Nitara 😘😘🤗

A post shared by Akshay Kumar (@akshaykumar) on

હાલમાં જ અક્ષય કુમારે એક ઇન્ટરવ્યૂમાં તેમની આવનારી ફિલ્મ “હાઉસફુલ 4” અને તેની સાથે સાથે તેમને પોતાના કરિયર અંગે કેટલીક વાતો કરી હતી. તેમને જણાવ્યું કે, “એક સમય એવો પણ હતો જયારે મારી 14 ફિલ્મો ફ્લોપ ગઈ હતી. તેના પછી મને લાગ્યું કે એક અભિનેતાના તરીકે મારુ કરિયર ખતમ થઇ ગયું છે.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

તેમને આગળ જણાવતા કહ્યું, “હું તે વખતે હાર અનુભવી રહ્યો હતો પરંતુ એ વખતે મારી માર્શલ આર્ટની ટ્રેનિંગ કામમાં આવી. આ ટ્રેનિંગ તમને અનુશાસનમાં રહેતા શીખવાડે છે.”

 

View this post on Instagram

 

👓

A post shared by Akshay Kumar (@akshaykumar) on

જણાવી દઈએ કે અક્ષય કુમાર હાલમાં તેમની આવનારી ફિલ્મ “હાઉસફુલ 4″ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમને પોતાની ફિલ્મનો મજાક ઉડાવતા કહ્યું, “જયારે પણ મને બ્રેક જોઈતો હોય ત્યારે હું હાઉસફુલ ફિલ્મ કરી લઉ છું. આ એક કોમેડી ફિલ્મ છે. મેં સેટ પર ખુબ જ મસ્તી કરી હતી.”

જણાવી દઈએ કે “હાઉસફુલ 4″નું ટ્રેલર થોડા સમય પહેલા જ લોન્ચ થયું છે, લોકોને ટ્રેલર ખુબ જ ગમ્યું પણ છે. લોકો આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 ઓક્ટોબર 2019 માં સિનેમા ઘરમાં રીલીઝ થશે. આ ફિલ્મના નિર્દેશક સાજીદ નડિયાદવાલા છે.

અક્ષય કુમારની વાત કરીએ તો તેમને “હાઉસફુલ 4″ના ઉપરાંત “સૂર્યવંશી”, “ગુડ ન્યુઝ”, “બચ્ચન પાંડે”, “લક્ષ્મી બૉમ્બ” અને “પુથ્વીરાજ”માં કામ કરી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.