ફિલ્મી દુનિયા

અક્ષય કુમાર કુશલ પંજાબીના મૃત્યુથી ખૂબ જ દુ:ખી થયો, હવે કરી દીધી મોટી જાહેરાત

અભિનેતા કુશલ પંજાબીના મોતના સમાચાર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે. કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે કુશલે આવું પગલું ભર્યું છે. ફિલ્મ અને ટીવી અભિનેતા કુશલ પંજાબીના નિધન પર બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે શોક વ્યક્ત કર્યો છે.

Image Source

એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જયારે અક્ષયને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કુશાલે મારી સાથે ફિલ્મ અંદાઝ (2003) માં કામ કર્યું હતું. દરેકની પોતાની સમસ્યાઓ હોય છે. કેટલાક તેને સમજવામાં સફળ થાય છે તો કેટલાક નથી થતા. પરંતુ આપણે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણો પરિવાર આપણા માટે સૌથી જરૂરી છે. દરેક મુશ્કેલીનો સામનો કરવાનો પ્રયાસ કરો કારણ કે આ જીવન સુંદર છે. તમારા માતાપિતાએ આ સુંદર જીવન આપ્યું છે. ફક્ત તેના પર કામ કરો અને જો ડિપ્રેશન હોય, તો તેનાથી પણ લડો.

Image Source

અક્ષયે આગળ કહ્યું કે હું જાણું છું કે મારી માટે આ કહેવું ખૂબ જ સરળ છે કે ડિપ્રેશન સામે લડો અને જીવન ખતમ ન કરો. જો મને તક મળે તો હું ડિપ્રેશન પર એક ફિલ્મ કરવા માંગીશ કારણ કે આ ભારતમાં એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યું છે. તેઓ કહેવા માંગે છે કે જ્યારે ડિપ્રેશન હોય ત્યારે મગજમાં શું થાય છે.

Image Source

ફરહાન અખ્તરે પણ કુશલને યાદ કરતા ટ્વિટર પર લખ્યું, ‘કુશલ પંજાબીના મૃત્યુને સાંભળીને હું આઘાત અને દુઃખ અનુભવું છું, જેમણે પોતાના હાથે પોતાના જીવનનો અંત આણ્યો. લક્ષ્યમાં તેની સાથે કામ કરવાની સુંદર યાદો છે. ભાઈ તું ખૂબ યાદ આવીશ. ભગવાન પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

કુશલ પંજાબીએ તેની છેલ્લી પોસ્ટમાં પુત્ર સાથેનો ફોટો શેર કર્યો હતો. ફોટોમાં પિતા અને પુત્ર બંને એક સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. કુશલની આ છેલ્લી પોસ્ટ પર દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kushal Punjabi. (@itsme_kushalpunjabi) on

કુશલે ગુરુવારે મોડી રાત્રે મુંબઇ સ્થિત તેના ઘરે જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ પંખાથી લટકતો મળ્યો હતો. આ સાથે પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી જેમાં તેને પોતાની મોત માટે કોઈને પણ જવાબદાર ન ઠેરવવાની વાત કહી હતી.

Image Source

જણાવી દઈએ કે કુશલે ટીવીથી લઈને બોલીવુડમાં પણ ઘણું કામ કર્યું છે. તેણે અજય દેવગન, સલમાન ખાન, રિતિક રોશન અને જ્હોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મોમાં કામ કર્યું છે. કુશલે ધનાધન ગોલ, અંદાઝ, લક્ષ્ય, કાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તો કુશલે સીઆઇડી, કભી હા કભી ના, કસમ સે, રાજા કી આયેગી બારાત, રાસ્તા ડોટ કોમ જેવા ઘણા ટીવી શોઝમાં કામ કર્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.