દેશના રિયલ હિરો સાથે કેવું વર્તન કરે છે બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર? ચાહકો કરી રહ્યા છે પ્રશંસા વીડિયો જોઈને

“અતરંગી રે” અભિનેતા અક્ષય કુમાર તેમના ખાસ અંદાજ માટે જાણિતા છે, તેઓ ચાહકો વચ્ચે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અક્ષય કુમારને તેની ખાસ સ્ટાઈલને કારણે ચાહકોમાં અવારનવાર વખાણવામાં આવે છે. ચાહકોને અક્ષયની ફિલ્મથી લઈને તેના ડાયલોગ્સ, તેની મસ્તી ભરેલી સ્ટાઈલથી લઈને તેના અનુશાસન સુધી બધું જ પસંદ છે, પરંતુ આ દિવસોમાં અક્ષય કુમારને કોઈ ખાસ કારણોસર ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ કારણ બીજું કંઈ નથી પરંતુ અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તે છે.. અક્ષય આ સમયે તેમના એક વીડિયોને લઇને ચર્ચામાં આવ્યા છે. જેમાં તે એક ચાહક સાથે કેમેરા સામે નજર આવી રહ્યા છે.

આ વીડિયોમાં તે વ્યક્તિને બધા સાઇડમાં જવા માટે કહે છે પરંતુ પછી અક્ષય કુમાર જે કરે છે તે બધાનું દિલ જીતી રહ્યા છે. ચાહકો અક્ષય કુમારના હાવભાવની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં વેનિટી વેન બાજુથી અક્ષય કેમેરા સામે આવતા હોય છે અને આ દરમિયાન જ એક વ્યક્તિ તેમની સાથે તસવીર ક્લિક કરાવવા સામે આવી જાય છે. પરંતુ ત્યાં હાજર સ્ટાફ તેમને ત્યાંથી હટાવવાા તરત દોડી પડે છે. ફોટોગ્રાફર્સ પણ બૂમો પાડવા લાગી જાય છે કે તેમને રહેવા દો. અક્ષય કુમાર પણ તેમને પકડીને કેમેરા સામે રહેવા દેવાનું કહે છે અને પછી પેપરાજીઓને પોઝ આપતા જોવા મળે છે.

વીડિયોમાં રીલ લાઈફનો હીરો રિયલ લાઈફના હીરોને માન આપતો જોવા મળે છે.
આપણે આ ઘણી વખત જોયું છે કે અક્ષય કુમાર આપણા દેશની સેનાને દિલથી આદર આપે છે. ઘણી ફિલ્મો અને એવોર્ડ ફંક્શન આના સાક્ષી છે. આ દરમિયાન અક્ષય કુમારનો દેશના જવાનને સન્માન આપતો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અક્ષયના આ વીડિયો પર ચાહકો દિલ ખોલીને કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ વ્યક્તિને ત્યાંથી હટાવતા જોઇ નારાજ યુઝર્સમાંના એકે લખ્યુ- રિસ્પેક્ટ કરો આ યુનિફોર્મની, આપણા માટે દેશનો હીરો જ આપણી આર્મી છે, તે બાદ બીજા કોઇ…

અક્ષય કુમારનો આ સુંદર નાનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘ભાઈ તેને ફોટો લેવા દો’ #AkshayKumar. સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને ફેન્સની ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. ઘણા લોકો અક્ષય કુમારની આ હરકતના વખાણ કરી રહ્યા છે, જ્યારે એક પ્રશંસકે કોમેન્ટ બોક્સ પર લખ્યું છે કે, ‘જય હિંદ દેશની સેનાથી મોટો કોઈ અભિનેતા નથી’. તો બીજા ફેને લખ્યું કે, ‘અક્ષય, દેશના અસલી હીરોને આટલું સન્માન આપવા બદલ અમને તમારા પર ગર્વ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina