બાપ રે, પોતાનાથી 28 વર્ષ નાની હિરોઈનને હોંઠ પર કિસ કરવા જઈ રહ્યો છે અસલી હીરો અક્ષય, પછી જે થયું

બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર તેમની મસ્તી અને પ્રૈંક્સથી ઓન સ્ક્રીન તો દર્શકોને હસાવે જ છે, પરંતુ ઓફ સ્ક્રીન પણ તે આવી હરકતો કરવાથી બાજ નથી આવતા. હાલમાં જ અક્ષય કુમાર અને નુપૂર સેનનો મ્યુઝિક વીડિયો “ફિલહાલ 2” રીલિઝ થયો છે.

હવે અક્ષયે આ મ્યુઝિક વીડિયો પર એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી છે. પરંતુ અભિનેતાએ તેમના આ વીડિયોને ફની ટ્વિસ્ટ આપીને મજેદાર બનાવ્યો છે. અક્ષયે #Filhaal2Reels નું ચેલેન્જ અપનાવતા આ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી છે.

વીડિયોમાં અક્ષય કુમાર પહેલા નુપૂર સેનન સાથે રોમેન્ટિક સીન આપે છે અને જયારે તે આંખો ખોલે છે ત્યારે તેમની સામે અચાનક ભૂમિ પેડનેકર આવી જાય છે. આ જોઇ અક્ષય કુમાર ચોંકી જાય છે. આ ફની ટ્વિસ્ટને જોઇને તમારા ચહેરા પર પણ મુસ્કાન આવી જશે.

આ ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરતા અક્ષય કુમારે લખ્યુ છે કે, #Filhaal2Reels કોન્ટેસ્ટમાં ભૂમિ પેડનેકર અને નૂપુર સેનન સાથે મારી ફની એન્ટ્રી. હવે તમારી વારી.

અક્ષયની આ ઇન્સ્ટા રીલને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ત્યાં અક્ષય કુમારના આ મ્યુઝિક વીડિની વાત કરીએ તો ફિલ્હાલ 2માં અક્ષય કુમાર સાથે નુપૂર સેનન છે. ગીતના બોલ જાનીના છે અને તેને અવાજ બી પ્રેંકએ આપ્યો છે. આ મ્યુઝિક વીડિયો ફિલહાલનો સીક્વલ છે. આ ગીત ઘણુ ટ્રૈંડ થઇ રહ્યુ છે.

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ સૂર્યવંશીમાં કેટરીના કૈફ સાથે જોવા મળશે. રોહિત શેટ્ટીની આફિલ્મમાં અક્ષય કુમારનું દમદાર એક્શન અને કેટરીના સાથે તેનો રોમાંસ જોવા મળશે. આ ઉપરાંત અક્ષય બેલબોટમ, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, અતરંગી રે અને રામસેતૂમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Shah Jina