ફિલ્મી દુનિયા

આ તે 5 ફિલ્મો છે જે અક્ષય કુમારને સલમાન/શાહરુખ/આમિર ખાનથી પણ મોટા સ્ટાર બનાવી દેશે

અક્ષય કુમાર બોક્સ ઓફિસના ખિલાડી કહેવામાં આવે છે અને પોતાની દરેક ફિલ્મોમાં તે સાબિત કરી દે છે કે મહેનત અને લગનથી વ્યક્તિ કંઈપણ કરી શકે છે. અક્ષય કુમાર ઓછામાં ઓછી 100-100 કરોડની ત્રણ થી ચાર ફિલ્મો વર્ષમાં ઇન્ડસ્ટ્રીને આપે છે. એવામાં બોલીવુડનો પણ તેના પર ભરોસો અનેક ગણો વધતો જઈ રહ્યો છે.

Image Source

હાલમાં જ અક્ષય કુમારી ફિલ્મ કેસરીએ ખુબ કમાણી કરી છે.ફિલ્મ ખુબ જ હિટ સાબિત થઇ હતી. અક્ષય અત્યર સુધીમાં 11 સો-સો કરોડ વાળી ફિલ્મો આપી ચુક્યા છે. એવામાં ખિલાડી કુમાર 2019 અને આવનારા વર્ષ 2020 માં પણ છવાયેલા રહેવાના છે. આ વર્ષ એટલે કે 2019 માં તેની અન્ય ત્રણ ફિલ્મો રિલીઝ થઇ રહી છે આ સિવાય 2020 માં પણ ફિલ્મ સૂર્યવંશીને લઈને અક્ષય કુમાર ચર્ચામાં છે.

1.મિશન મંગલ:
અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ માટે દર્શકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 15 ઓગસ્ટના મૌકા પર ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે, જેને લીધે ફિલ્મ કમાણીના ઘણા રેકોર્ડ તોડી શકે તેમ છે. અક્ષયે આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ 5 નવેમ્બર 2018 એટલે કે તે જ તારીખે કર્યુ જ્યારે 5 વર્ષ પહેલા આ મિશન લોન્ચ થયું હતું. ફિલ્મ ભારત દ્વારા મંગળ ગ્રહ પર પહલું મંગળયાન મોકલવાની કહાની પર આધારિત છે. ફિલ્મને આર બાલ્કી પ્રોડ્યુસ કરી રહ્યા છે.ફિલ્મમાં વિદ્યા બાલન અને તાપસી પન્નુ સિવાય અને પાંચ કિરદારો પણ લીડ રોલમાં નજરે જોવામળ્યા છે.

Image Source

2. ગુડ ન્યુઝ:
ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ગુડ ન્યુઝમાં અક્ષયની સાથે અભિનેત્રી કરીના કપૂર પણ લીડ રોલમાં છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થાવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર બંનેએ ફિલ્મની શુટીંગ ચાલુ કરી દીધી છે. દિલજિત દોસાંઝ અને કિયારા અડવાણી પણ ફિલ્માં નજરમાં આવી શકે તેમ છે.ફિલ્મમાં મસાલાનો ઘણો તડકો લગાવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતા કરન જોહર છે અને રાજ મેહતા ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે.

Image Source

3. હાઉસફુલ-4:
હાઉસુફુલ નો ચોથો પાર્ટ દિવાળી પર રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મનું નિર્દેશન ફરદાહ આજ઼મી કરી રહ્યા છે. 100 કરોડના બજેટમ બનનારી આ ફિલ્મના શૂટિંગની અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં બાહુબલીના અમુક સીન્સની પણ કોપી કરવામાં આવી છે, પણ તે બધા સીન્સ કોમેડી છે. એટલે જે બાહુબલીનું કોમેડી વર્ઝન હાઉસફુલ-4 માં દેખાડવામાં આવશે.

Image Source

4. સૂર્યવંશી:
વર્ષના અંતમાં કે પછી આવનારા વર્ષ 2020 માં અક્ષય અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી આવી શકે તેમ છે તેનો ઈશારો રોહિત શેટ્ટીએ ફિલ્મ સિમ્બાના અંતમાં જ કરી દીધો હતો. ફિલ્મની શૂટિંગ એપ્રિલમાં શરૂ થઇ શકે તેમ છે. સૂર્યવંશી દ્વારા અક્ષય અને રોહિત શેટ્ટી પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે.

Image Source

5.પૃથ્વી રાજ ચૌહાણ:
આજ વર્ષે જાન્યુઆરીમાં એ ખબર આવી હતી કે અક્ષય કુમારે યશરાજ બૈનર આધારિત ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ બાયોપિક માટે સાઈન કરી લીધી છે. વર્ષના અંતમાં ફિલ્મની શૂટિંગ શરૂ થઇ શકે તેમ છે. જો કે ફિલ્મમાં સંયોગિતાના રોલ માટે અભિનેત્રી નક્કી કરવામાં આવી નથી. ફિલ્મમાં પૃથ્વીરાજ અને સંયોગિતાની પ્રેમ કહાની પણ દેખાડવામાં આવી શકે તેમ છે. ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડાયરેક્ટ કરવાના છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks