મનોરંજન મૂવી રીવ્યુ

અક્ષય કુમારની આ ફિલ્મ જોઈને લોકોનો મગજ ગયો, ટ્વિટર પર લખી એવી વાતો કે…જાણો ફિલ્મ જોવા જેવી છે કે નહિ?

કલાકારોઃ અક્ષયકુમાર, બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, ક્રીતિ સેનન, ક્રીતિ ખરબંદા, પૂજા હેગડે, રાણા ડગ્ગુબત્તી

ડાયરેક્ટરઃ ફરહાદ સામજી

અવધિઃ 146 મિનિટ

ત્રણ વર્ષથી અક્ષયકુમારની સોશિયલ ડ્રામા ફિલ્મો બાદ ઓડિયન્સને એમની કોમેડી મિસ થઈ રહી હતી, પણ હાઉસફુલ-4 એની કમી સરભર કરવાનું કામ કરે છે.

હે ધેર, તમે જોઈ રહ્યા છો ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ

૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૬ અને હવે ૨૦૧૯! ચાર હાઉસફુસ ફિલ્મો, જેણે મલ્ટીસ્ટારર સિનેમાની વ્યાખ્યા બદલી નાંખી. હાઉસફુલ-૪ ને પદ્માવત, બાજીરાવ મસ્તાની અને બાહુબલિની પેરોડી કહી શકાય. ફિલ્મમાં પણ બિંદાસપણે એ વાત સ્વીકારવામાં આવી છે. ડિરેક્શન, કોસ્ચ્યુમ, એક્ટિંગ, મ્યુઝિક, એડિટિંગ અને પ્રોડક્શન સહિતના દરેક સિનેમેટિક ફેક્ટર્સમાં એની સસ્તી નકલ દેખાઈ આવે છે. જોકે, હાઉસફુલ-૪ના પ્રોડ્યુસર અને રાઇટર સાજિદ નડિયાદવાલાએ એ બાબત ઢાંકવાની પણ કોશિશ નથી કરી. કારણકે ફિલ્મના ડાયલોગ્સ અને મલ્ટી-સ્ટાર્સના પર્ફોમન્સ પર જ વધારે ફોકસ થયું છે.

લંડનમાં રહેતા ત્રણ ભાઈઓ અક્ષયકુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખને ત્યાંના બિલિયોનર વ્યક્તિની દીકરીઓ ક્રિતી સેનન, પૂજા હેગડે અને ક્રિતી ખરબંદા સાથે પ્રેમ છે અને તેઓ પરણવા માટે ભારતના એક ફિક્શનલ ગામ સિતમગઢ આવે છે. જ્યાં તેમને પોતાના પાછલા જન્મની યાદો તાજી થાય છે. ૬૦૦ વર્ષ પહેલા એટલે કે ૧૪૧૯ની સાલમાં તેમણે રાજાશાહી જીવન અને ત્રણેય પ્રેમી-પંખીડાના જોડાની અધૂરી લવસ્ટોરી! પુનર્જન્મના કંફ્યુઝિંગ ચક્કરમાં ફસાયેલા લોકો વચ્ચે પેદા થતી સિચ્યુએશન્સ એટલે હાઉસફુલ-4.

૭૫ કરોડમાં બનેલી હાઉસફુલ-૪નું મોટાભાગનું બજેટ એક્ટર્સ પાછળ જ ખર્ચાયુ છે. અક્ષયકુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, ક્રિતી સેનન, ક્રિતી ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે, જોહ્ની લિવર, શરદ કેલકર, રાણા દગ્ગુબતી એન્ડ અફકોર્સ સ્પેશિયલ અપિરિયન્સમાં ધ નવાઝુદ્દીન સિદ્દીકી!

ફરહાદ સામજી દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા લિખિત હાઉસફુલ-૪ ફર્સ્ટ હાફમાં ધીમી લાગે છે અને ઇન્ટરવલ પછી લાફ્ટર-બોમ્બ બની જાય છે. અક્ષયકુમારનો અફલાતુન કોમિક ટાઇમિંગ ફિલ્મની જાન છે. શૈતાન કા સાલા સિવાય બીજા કોઈ ગીતોમાં ખાસ દમ નથી. ડાયલોગ્સ સિવાય હાઉસફુલ-4 પોતાના પ્રેક્ષકોને બીજું કશું નવું ઓફર નથી કરતી.

ઇટ્સ દિવાલી ટાઇમ! અક્ષયકુમાર સ્ટાઇલ કોમેડી જોવાની ઇચ્છા હોય તો હાઉસફુલ-4 ઇઝ ફોર યુ!

આઇ એમ ગોઇંગ વિથ ૨ સ્ટાર્સ.

(જુઓ ‘હાઉસફુલ 4’નું ટ્રેલર)

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.