મનોરંજન

સારા અલી ખાનનો આવી રીતે અક્ષય કુમારે ઉડાવ્યો મજાક-કહ્યુ,’આનાથી વધારે ખરાબ…’ અભિનેત્રીએ શેર કર્યો વીડિયો

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન આજે એક જાણીતી અભિનેત્રી બની ચુકી છે અને લગાતાર ફિલ્મોની શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. સારા હાલના દિવસોમાં બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમાર સાથે આવનારી ફિલ્મ ‘અતરંગી રે’ ની શૂટિંગ કરી રહી છે.

Image Source

અક્ષય-સારાની આવનારી ફિલ્મ અતંરગી રે ની આગળના ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આનંદ એલ.રાયની આ ફિલ્મનું શૂટિંગ હાલ આગ્રામાં ચાલી રહ્યું છે અને આ નિમિતે અક્ષય-સારા આગ્રાના તાજમહેલની મુલાકાતે પણ પહોંચ્યા હતા.

Image Source

સારાએ ત્યાંથી એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે તાજમહેલના દર્શન કરાવી રહી છે અને સાથે અક્ષય કુમાર પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સારાએ પિન્ક કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી છે જ્યારે અક્ષયે બ્લેક ટીશર્ટ-પેન્ટ પહેર્યું છે અને માથા પર મુગટ પણ પહેરી રાખ્યો છે.

લાઈવ રીપોર્ટિંગના દરમિયાન સારા કહી રહી છે કે,”નમસ્તે મિત્રો, ફ્રોમ તાજમહેલ. અમારી પાસે છે એક ઐતિહાસિક અતિથિ, શાહજહાને મળો. હવે હું તમને વિનંતી કરું છું કે ત્યાં જોવાની કોશિશ કરો, પણ મિસ્ટર કુમાર અહીં છે. જે મેં કહ્યું”.આ સાંભળીને અક્ષય કુમાર પોતાનું મોં નીચે જુકાવી દે છે.

સારાની આ વાત સાંભળીને અક્ષય તેનો મજાક ઉડાવવા લાગે છે, અક્ષયે કહ્યું કે,”જેવું કે તમે બધાએ જોયું કે તેણે રાઈમ કરવાની કોશિશ કરી છે, આનાથી વધારે ખરાબ રાઈમ આજ સુધી નથી બની. પણ કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી,કોશિશ કરતા રહો”.

સારા અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અક્ષય સાથે કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે. ફિલ્મ સેટનો એક વિડીયો પણ અક્ષયે અમુક દિવસો પહેલા શેર કર્યો હતો જેમાં તે તાજમહેલની સામેના દરવાજા પર ડાન્સ કરી રહ્યા હતા અને હાથમાં ગુલાબનું ફૂલ પણ હતું. જેને જોઈને લોકોનું માનવું હતું કે તે કોઈ રોમેન્ટિક ગીતની શૂટિંગ કરી રહ્યા છે.નીચે જુઓ સારા અલી ખાને શેર કરેલો વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)