ખબર મનોરંજન

જાણો કેમ અક્ષય સુમારે CM આદિત્યનાથ સાથે મુંબઈમાં કરી મુલાકાત? ચારેકોર ચર્ચા

બીલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુંબઈના ટ્રાઇડેન્ટ હોટલમાં મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે આવ્યા છે અને તે દરમિયાન તેઓ આ હોટલમાં રોકાયા છે.

Image Source

સીએમ યોગી આદિત્યનાથે મુંબઈ યાત્રા દરમિયાન બુધવારના રોજ વિશેષ રીતે ડિફેન્સ કોરિડોર અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સીટીના નિર્માણ સંબંધિત ઉદ્યમીઓ અને ફિલ્મ નિર્માતાઓ સાથે મુલાકાત કરશે.

Image Source

અક્ષય કુમાર સાથેની મુલાકાતમાં તેમને અક્ષયની આવનારી ફિલ્મ “રામ સેતુ” ઉપર ચર્ચા કરી. અક્ષય કુમાર સાથેની મુલાકાતની જાણકારી સીએમ યોગી આદિત્યનાથે જ પોતાના ટ્વીટર દ્વારા આપી હતી.

અક્ષય કુમારની આવનારી ફિલ્મ “રામ સેતુ” ઉપર વાતચીત દરમિયાન સીએમ યોગીએ અક્ષયને અયોધ્યા આવીને શૂટિંગ કરવા માટે પણ જણાવ્યું. આ મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે અક્ષય કુમારની પ્રસંશા પણ કરી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

યોગી આદિત્યનાથે કહ્યું કે અક્ષયે પોતાની કલાનો સદુપયોગ કરીને “ટોયલેટ એક પ્રેમ કથા” ફિલ્મના માધ્યમથી સમાજને પ્રેરક સંદેશ આપ્યો. આવી ફિલ્મો સમાજની અંદર જાગૃતતા વધારવામાં મદદગાર સાબિત થાય છે.

મુખ્યામંત્રી સાથે અક્ષય કુમારે ફિલ્મ નિર્માણને વધારો આપવા માટે પ્રદેશ સરકારોના પ્રયાસની પ્રસંશા કરી હતી. આ સાથે જ રાજ્યમાં ફિલ્મ સિટીના નિર્માણ માટેની ખુશી પણ વ્યક્ત કરી.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારે દિવાળીની શુભકામનાઓ આપવાની સાથે પોતાની આવનારી ફિલ્મ “રામ સેતુ”નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય લીડ રોલમાં જોવા મળશે, પોસ્ટર પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું છે. આ પોસ્ટરમાં અક્ષય એકદમ અલગ જ લુકમાં દેખાઈ રહ્યો છે જયારે તેની પાછળ ભગવાન શ્રી રામની તસ્વીર જોવા મળી રહી છે