ચોમાસુ શરુ થઇ ગયું છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે, ત્યારે આવી જ પરિસ્થિતિ મુંબઈમાં પણ છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, રેલવે ટ્રેક્સ પર પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને મુસાફરી કરવામાં તકલીફ પડી રહી છે અને વરસાદને કારણે કેટલીય ફ્લાઈટ્સ રદ દેવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે સામાન્ય લોકો જ પ્રભાવિત નથી થયા પણ બોલિવૂડના સેલિબ્રિટીઓને પણ આની અસર થઇ છે.

ભારે વરસાદને કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે અક્ષય કુમારે પણ પોતાનું વેકેશન રદ્દ કરી દેવું પડ્યું છે. વાત એમ છે કે અક્ષય કુમાર પત્ની ટ્વીન્કલ અને દીકરી નિતારા સાથે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. તેઓ પરિવાર સાથે વેકેશન માટે લંડન જઈ રહયા હતા, પરંતુ વરસાદને કારણે તેમને પોતાના પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો છે. તેમની ફ્લાઇટ ટેક ઓફ ન કરી શકી અને તેમને લંડન જવાને બદલે ઘરે પરત ફરવું પડ્યું હતું.

નોંધનીય છે કે ટ્વીન્કલ ખન્ના સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેમને આ પણ સોશિયલ મીડિયા પર લખીને આપી. તેમને ટ્વીટર પર ટ્વીટ કરીને લખ્યું, ‘ગઈ રાત કેપ્ટ્ન માટે એક વિમાન ચલાવવાને બદલે સારું હતું કે એ જહાજની કમાન સંભાળી લે. પ્લેન સ્કિડિંગ અને રનવે પર પાણી ભરાઈ ગયા છે અને અમે બધા જ ઘરે પાછા આવી ગયા. #DisableAirplaneMode
The captain was better off commandeering a ship than an aircraft last night, planes skidding, runways flooded and we all sailed back home #DisableAirplaneMode
— Twinkle Khanna (@mrsfunnybones) July 2, 2019
જણાવી દઈએ કે અક્ષય કુમારે જ નહિ પણ બોલીવૂડના બીજા સેલેબ્સે પણ ભારે વરસાદને કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અભિનેત્રી રકૂલ પ્રીતે પણ ટ્વીટર પર લખ્યું – કાલ રાતથી કોઈ પણ ફલાઇટ નથી. હું એરપોર્ટ પર ફસાઈ ગઈ છું. તો સોનમ કપૂરે પણ સોશિયલ મીડિયા પર પૂછ્યું હતું કે ‘કોઈ મને જણાવશે કે એરપોર્ટ ખુલ્લું છે? એના પર જવાબ આપતા રકૂલ પ્રીતે કહ્યું કે કોઈ જ ફલાઇટ નથી અને તેઓ પોતે એરપોર્ટ પર ફસાયેલા છે.
Can anyone tell me if the airport is open? @mybmc @MumbaiPolice @BOMairport
— Sonam K Ahuja (@sonamakapoor) July 2, 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks