બોલીવુડમાં આજે જે અભિનેતાની બોલબાલા છે એ અક્ષય કુમારની ફિલ્મો વિશે તો આપણે સૌ પરિચિત છીએ જ, તેની ફિલ્મોમાં તેનો અભિનય અને આવડત જોઈને આજે તેના કરોડો ચાહકો છે. દરેક ઉંમરના વ્યક્તિને ગમતા અભિનેતા તરીકે અક્ષય કુમાર છે. ત્યારે તેના જીવન વિશે કેટલીક એવી બાબતો જોડાયેલી છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. બોલીવુડમાં જ્યાં આજે પગ મુકવા માટે ઓળખાણો જરૂરી છે ત્યાં અક્ષય કુમારે પોતાની જાતે જ આ મુકામ મેળવ્યું છે. પરંતુ આ મુકામ મેળવતા તેને કરેલો સંઘર્ષ ખુબ જ દુઃખ દાયક છે. ચાલો તેના જીવન વિશે થોડી નજર કરીએ.

અક્ષયનું સાચું નામ રાજીવ ભાટિયા છે. પર્નાતું બોલીવુડમાં પગ મુકવા માટે તેને પોતાનું નામ બદલી અક્ષય કુમાર રાખ્યું હતું. તેના ઘણા મિત્રો આજે તેને રાજીવના નામથી જ ઓળખે છે. અક્ષયનો જન્મ અમૃતસરમાં થયો હતો, તેનો પરિવાર થોડો સમય જૂની દિલ્હીમાં રહ્યો અને ત્યારબાદ તે મુંબઈ રહેવા આવી ગયો. મુંબઈમાં અક્ષય ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

અક્ષય જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે તેના 10 મિત્રોનું એક ગ્રુપ હતું જેનું નામ તેને “બ્લૂડી ટેન” આપ્યું હતું, અક્ષય તાઈક્વાન્ડોની અંદર બ્લેક બેલ્ટ રહ્યો છે. બાળપણથી જ અક્ષય કુમારને માર્શલ આર્ટમાં વધુ રસ હતો માટે તેને 8માં ધોરણથી જ તેની તાલીમ લેવાની શરૂ કરી દીધી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય બેંકોંગની અંદર “મૂઈ થાઈ”ની તાલીમ પણ લીધી હતી. આ થાઈલેન્ડનું એક કઠિન માર્શલ આર્ટ છે. જેમાં જુદી જુદી રીતે ઉભા રહીને પ્રહાર કરી શકાય છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ અક્ષય કુમારે બેંકોકની અંદર શેફ અને વેઈટર તરીકેની નોકરી પણ કરી હતી. અક્ષયે માર્શલ આર્ટ પાર આધારિત એક ડોક્યુમેન્ટરી પણ હોસ્ટ કરી છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ સેવન ડેડલી આર્ટ્સ છે. જેને નેશનેલ જિઓગ્રાફી ચેનલ ઉપર પ્રસારિત પણ કરવામાં આવી હતી.

અક્ષય કુમાર અનુસાશન પ્રિય અને ફિટેનશનના મામલામાં એકદમ પરફેક્ટ છે. તે રોજ સવારે 5 વાગે ઉઠી જાય છે. 6 વાગ્યાથી પોતાનું કામ શરૂ પણ કરી દે છે. દિવસ આથમતા પહેલા તે સાંજનું જમવાનું પણ પૂર્ણ કરી લે છે અને રાત્રે વહેલા સુઈ પણ જાય છે. સાથે કસરત અને પોતાની ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રાખે છે.

અક્ષય કુમારે વર્ષ 1991માં “સોગંધ” ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને આજે તે બોલીવુડમાં પોતાનું એક આગવું નામ ધરાવે છે. છેલ્લા 29 વર્ષથી અક્ષય કુમાર ધીમે ધીમે સફળતાનાં પગથિયાં ચાહળતો રહ્યો અને આજે સૌથી ધનવાન અભિનેતાઓમાં તેનું નામ છે.

પરંતુ બોલીવુડની શરૂઆતની સફર પણ તેના માટે એટલી સરળ નહોતી. 1992માં આવેલી ફિલ્મ “જો જીતા વહી સિકંદર” માટે તે ઓડિશન આપવા પણ ગયો હતો પરંતુ તે રિજેક્ટ થયો હતો.

અક્ષય કુમારે અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે અને તે અત્યારે સુખી લગ્ન જીવન પણ માની રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અક્ષય જાહેરાતમાં પણ જોવા મળે છે. તે મોટાભાગે સામાજિક ફિલ્મો ઉપર વધારે ફોક્સ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.