માતાના નિધનના 2 દિવસ બાદ પરિવાર સાથે ફિલ્મ શૂટિંગ માટે લંડન જવા માટે રવાનો થયો અક્ષય કુમાર, નથી કરવા માંગતો મેકર્સનું નુકશાન

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર છેલ્લા બે દિવસથી ખુબ જ દુઃખમાં જોવા મળી રહ્યો હતો. બે દિવસ પહેલા જ તેની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. ગઈકાલે અક્ષયનો જન્મ દિવસ હતો પરંતુ તેની માતાના નિધનના દુઃખના કારણે તે જન્મ દિવસ પણ ના ઉજવી શક્યો.

અક્ષયની માતા છેલ્લા ઘણા સમયથી વધુ બીમાર હતા, જેના બાદ અક્ષય પણ લંડનથી તેનું શૂટિંગ પડતું મૂકી અને ભારત આવ્યો હતો, પરંતુ હવે માતાના નિધનના માત્ર બે દિવસ બાદ જ અક્ષય ફરી શૂટિંગ માટે લંડન રવાના થઇ ગયો છે અને આ વખતે તેની સાથે તેનો પરિવાર પણ છે.

અક્ષય તેના વર્ક કમિટમેન્ટને પુરા કરવા માંગે છે. જેના કારણે જ તે માતાના નિધનના બે દિવસ બાદ જ લંડન જવા માટે રવાના થઇ ગયો છે. અક્ષય ખુબ જ પ્રોફેશનલ છે અને તે નિયત સમયે તેમનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવું ઈચ્છે છે. તે ફિલ્મના મેકર્સને પણ નુકશાન પહોંચવા નથી માંગતો અને એટલે જ તે લંડન જવા પાછો રવાના થયો છે.

આજે કલીના એરપોર્ટ ઉપર અક્ષય કુમારને સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અક્ષયે બ્લેક જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. તેને આ દરમિયાન પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અક્ષય તેના આખા પરિવાર સાથે લંડન જવા માટે રવાના થયો છે. એરપોર્ટ ઉપર તેની પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરો આરવ અને દીકરી નિતારાને પણ જોવામાં આવ્યા હતા. આ દરમિયાન બધા જ સાદા કપડામાં નજર આવી રહ્યા હતા.

તો એરપોર્ટ ઉપર જોવા મળેલી ટ્વિંકલ ખન્નાએ સફેદ શર્ટ પહેર્યું હતું. જેના ઉપર ક્રીમ શેડનું જેકેટ પહેરેલું હતું. તો તેના ખભા ઉપર ગ્રીન હેન્ડબેગ પણ લટકાયેલું જોવા મળ્યું હતું.

તો અક્ષય કુમારની લાડલી નિતારા પણ હંમેશાની જેમ ક્યૂટ લુકમાં દેખાઈ રહી હતી. નિતારાએ આ દરમિયાન સફેદ રંગનું સ્કર્ટ પહેર્યું હતું, સાથે જ તેને સ્કાઈ બ્લુ રંગનું ટોપ મેચ કર્યું હતું.

આ સ્કર્ટ ટોપની સાથે નિતારાએ તેના પપ્પાની જેમ સફેદ સ્નીકર્સ પહેર્યા હતા. તેના વાળ ખુલ્લા હતા અને તેમાં હેયર બેન્ડ લગાવવામાં આવ્યું હતું. તો તેના ખભા ઉપર પણ તેને પ્રિન્ટેડ હેન્ડ બેગ પણ લીધું હતું.

તો અક્ષયના દીકરા આરવને નિટિડ ટી શર્ટમાં જોવામાં આવ્યો હતો. તેની સાથે જ તેને ગળામાં સિલ્વર ચેઇન અને પેન્ડન્ટ પહેરી રાખ્યું હતું. અક્ષય અને તેના પરિવારની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.

Niraj Patel